PCBએ ૧૧૭૨ બોટલ-ચપલા દારૂ, DCBએ જુગારક્લબ પકડી
બન્ને બ્રાન્ચે ધડાધડ દરોડા પાડવાનું શરૂ કરતાં હવે સ્થાનિક પોલીસ એક ચપલાનો પણ કેસ કરવા મજબૂર !
સળંગ પાંચમા દિવસે પીસીબીની દારૂ ઉપર ધોંસ: બે બૂટલેગર પકડાયા: ડીસીબીએ પરસાણાનગરમાં ઈલેક્ટ્રિક થાંભલાના અજવાળે ૧૨ દિવસથી ધમધમતી જુગાર ક્લબ પર દરોડો પાડી કુખ્યાત શખ્સો સહિત ૯ જુગારી પકડ્યા
રાજકોટમાં પ્રિવેન્શન અને ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક્શન મોડ'માં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ફૂલેલીફાલેલી દારૂ-જુગારની બદીને ડામવા માટે રીતસરનું ઓપરેશન શરૂ કરીને રાજકોટને દારૂ-જુગારમુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય તેવી રીતે દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં બન્ને બ્રાન્ચના દરોડા પડી રહ્યા છે. એકંદરે બન્ને બ્રાન્ચનીકામગીરી’ જોઈને હવે સ્થાનિક પોલીસ દારૂના એક ચપલાનો કેસ પણ કરવા માટે મજબૂર બની ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.
