કોઈએ રિક્ષા ભાડે ન આપી એટેલે રિક્ષાની ચોરી કરી લીધી : તસ્કરની કબૂલાત
શહેરના ભાવનગર રોડ ચુનારાવાડ પાસેથી જુનાગઢના ચંયુવકની રૂ.1 લાખની કિમતની રિક્ષા ચોરાઇ ગઇ હતી. તેઓ રિક્ષા રિપેર કરાવવા આવ્યા બાદ આરામ કરવા રોકાયા હતાં ત્યારે કોઇ રિક્ષા હંકારી ગયું હતું.અને આ મામલે થોરાળા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસ દરમ્યાન થોરાળા પોલીસનામ મથકના હેડ કોન્સટેબલ ભરતસિંહ પરમાર અને જયરાજસિંહ કોટીલાએ બાતમી આધારે ગંજીવાડા પીટીસીની દિવાલ નજીકથી કશ્યપ રમણીકભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.25-રહે. હોસ્પિટલ ચોક પૂલ નીચે ફૂટપાથ પર)ને આ ચોરાઉ રિક્ષા સાથે પકડી લીધો હતો. અને તસ્કરની પૂછતાછમાં ખુલ્યા મુજબ કશ્યપ હાલ રાજકોટમાં ફૂટપાથ પર રહી રખડતું જીવન જીવતો હોય તેને ભાડેથી ફેરવવા માટે કોઇ રિક્ષા આપતું ન હોઇ જેથી તેણે ચુનારાવાડ નજીક રિક્ષા ઉઠાવી લીધી હતી. આ રિક્ષાથી તેણે અમુક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી.