નચીકેતા સ્કૂલના લંપટ શિક્ષકે ધો.9ની છાત્રા સાથે દુષ્કર્મ ગુજાર્યું
ઘરેથી ગુમ થયેલી છાત્રાશિક્ષકના ઘરેથી મળી: શિક્ષકની ધરપકડ
જામનગર રોડ પર રહેતી ધો.9ની છાત્રા સાથે નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાએ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવતા આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છાત્રા ફટાકડા ફોડવા જવાનુંકહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી અને અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસ તપાસમાં છાત્રાને નચિકેતા સ્કૂલનો લંપટ શિક્ષકભાગડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલતાં પોલીસે લંપટ શિક્ષકની ઘરપકડ કરી હતી.
જામનગર રોડ પર એક વિસ્તારમાં રહેતી અનેધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના ઘરેથી માતાને ફલેટમાં નીચે ફટાકડાફોડવા જવાનું કહી ગુમ થઈ હતી જે મામલે યુનિવર્સિટી પોલીસે અપહરણની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. જેમાં મૂળજામકંડોરણાના દડળી ગામનાનચીકેતા સ્કૂલમાં શિક્ષક તરીકેફરજ બજાવતોછ માસથીસંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતો અભિષેક વિમલ પંડયાએ છાત્રાનું અપહરણકરી ગયો હોવાનું ખૂલતા પોલીસે અભિષેક પંડયાનેતેના ફ્લેટ માંથી સગીરા સાથે ઝડપી લીધો હતો. લઇ તેની ધરપકડ કરી હતીતેમજ છાત્રા સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું ખૂલ્યું હતું. લંપત શિક્ષકે સગીર છાત્રાનેપ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યીનું ખૂલતા પોલીસે દુષ્કર્મઅને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાની ધરપકડ કરી હતી.