જૂનાગઢમાં બુટલેગર અને રાજસ્થાનના બે સપ્લાયરના નામ ખૂલ્યા:રૂ. 70 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ ગોંડલ હાઈ-વે પર ભોજપરા ગામના પાટીયા પાસેથી પોલીસે ટ્રકમાં કાપડની ગાંસડી નીચે છુપાવેલ 55 લાખની કિંમતનો 55,344 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પુછપરછમાં જૂનાગઢમાં બુટલેગર અને રાજસ્થાનના બે સપ્લાયરના નામ ખૂલ્યા હતા. પોલીસે 70 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. 55,344 બોટલ વિદેશી દારૂ લઈને આવેલ રાજસ્થાન બાડમેર જિલ્લાના સાલારીયા ગામના ટ્રક ચાલક અશોકકુમાર ધર્મારામ કનારામ માંજુની ધરપકડ કરી પુછપરછમાં કરતાં રાજસ્થાનના સિરોહી જિલ્લાના સાંગડવા ગામના બુટલેગર અશોક પુનારામ બિશ્ર્નોઈ અને સિરોહિ જિલ્લાના કટવાડા ગામના ઘેવરચંદ ભગીરથ રામ બિશ્ર્નોઈ નામના બન્ને બુટલેગરોએ આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રનાં મનોર ગામેથી ભરાવી આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ દારૂનો જથ્થો જૂનાગઢના બુટલેગરને પહોંચાડવાનો હતો. જૂનાગઢ ટ્રક પહોચ્યા બાદ બુટલેગર અશોક પુનારામ બિશ્ર્નોઈને વોટસએપ કોલથી ફોન કર્યા બાદ જૂનાગઢનો બુટલેગર દારૂનો જથ્થો આવી ને લઈ જશે તેમ જણાવ્યું હતું.પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે