કારખાનેદારનું મકાન પડાવી લેનાર શખ્સની ધરપકડ
મોરબી રોડ પર ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં આવેલ કારખાનેદારના મકાન ઉપર કબજો કરનાર શખ્સસામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાતા પોલીસે અરોપીની ધરપકડ કરી હતી.
કોઠારીયા રોડ પર રહેતાં હિતેષભાઇ નાગજીભાઈ ચોવટિયા (ઉ.વ.44) એ ફરિયાદને આધરે પોલીસે જીતેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજાસામે ગુનો નોંધ્યો હતો. હાર્ડવેરની એકસેસરીઝનું કારખાનું ધરાવતા હિતેશભાઈએ લલિતભાઈ વસોયા પાસેથી રૂ.32 લાખમાં ઈન્દ્રપ્રસ્થ સોસાયટી માં 2017માં મકાન ખરીદ કર્યું હતું. જેની ઉપર એચડીએફસી બેન્કની લોન બાકી હોય તેણે સીલ મારવામાં આવ્યું હતું. બેન્ક દ્વારા મકાનની હરરાજી કરવાની હતી. હરરાજીમાં ભાગ લેવા માટે રૂ.2.50 લાખ ભર્યા હતા.તે વખતે મકાન માલીક લલિતભાઈએ મકાનનું કબજા રહિતનું સાટાખત જીતેન્દ્રસિંહના નામે કરી આપ્યું છે. જેથી સાટાખત રદ કરવા માટે વાત કરતાં તે સાટાખત રદ કરાવવા માટે આરટીજીએસથી તથા રૂ.13.50 લાખ રોકડા લલિતભાઈના એકાઉન્ટમાં નાખ્યા હતાબાદ સાટાખત રદ કરવા માની ગયા હતાઅને ત્યારબાદ દસ્તાવેજ કર્યો હતો.
બાદમાં જીતેન્દ્રસિંહ સાટાખત રદ કરી આપ્યું ન હતું જેથી લલિતભાઈએ લીધેલી લોનના હપ્તા નહીં ભરાતાં તેના મકાનને બેન્કે સીલ કરી દીધું હતું. બેન્કનો સંપર્ક કર્યો હતો. પરંતુ મકાનનો કબ્જો સોંપ્યો ન હતો. બાદમાં જાણવા મળ્યું કે 2017માં આ મકાન ઉપર જીતેન્દ્રસિહે બેન્કના સીલ તોડી કબ્જો કરી લીધો છે.તેનો સંપર્ક કરતા તેણે સાટાખત રદ કરવારૂ.30 લાખની માંગણી કરી હતી. આ પ્રકરણમાં બેન્કનો સ્ટાફપણ યોગ્ય જવાબ આપતો ન હોય કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરતા તેના આધારે ગુનો નોંધાયો હતો.