- પશ્ચિમ બંગાળમાં તબીબની કૂર હત્યાનાપ્રત્યાઘાત રાજકોટમાં
- PDU મેડિકલ કોલેજના તબીબોએ કેન્ડલ માર્ચ યોજી
- હત્યારા સામે કડક પગલાંની માંગ સાથે પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી
વોઇસ ઓફ ડે રાજકોટ
પશ્ચિમ બંગાળનાકોલકતામાં મેડિકલ કોલેજમાં ટીબી ચેસ્ટ વિભાગમાં ફરજ બજાવનાર મહિલા રેસિડન્ટ તબીબ ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની કૂર હત્યા કરવાના પીચાસી કૃત્યથી સમગ્ર દેશના મેડિકલ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના પ્રત્યાઘાત રાજકોટમાં પડ્યા છે.
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિયેશન ઇન્ટર્ન ડોક્ટર તથા યુ.જી. મેડિકલના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં હાજર રહી જુદા જુદા સ્લોગન સાથેના બેનર પ્રદર્શિત કરી કેન્ડેલ માર્ચ યોજી હતી અને પીડિતને ન્યાય મળી રહે તે માટે સંકલ્પ લીધો હતો. તેમજ તેમના પરિવારજનો માટે સહાનુભૂતિ દાખવી હતી.વધુમાં જણાવ્યું હતું કે, અમને સરકાર અને તંત્ર પર વિશ્વાસ છે કે આ બાબતમાં પારદર્શક રીતે તપાસ કરી આ ક્રૂર ઘટનામાં સંડોવાયેલા આરોપીને આકરી સજા કરી પીડિતાને ન્યાય આપવામાં આવશે. અને ભવિષ્યમાં પણ આવી અનિચ્છનીય ઘટના ફરીવાર ના બને તથા ડોક્ટર્સ સુરક્ષિત તથા ભયમુક્ત વાતાવરણમાં રહી સલામતી અનુભવી દર્દીઓની સેવા કરી શકે એ માટે યોગ્ય ન્યાયીક કાયદાની સરકાર અને તંત્ર પાસે માગ કરી છે.