થોરાળામાં પિતરાઇ ભાઈનોના ઝગડામાં વચ્ચે પડતાં યુવક પર છરી વડે હુમલો
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ છરીઓ વડે હુમલો થવાનું મામૂલી બન્યું છે.ત્યારે ઘંટેશ્વરમાં રહેતા હિતેશ બટુકભાઈ મકવાણા (ઉ.વ.40)નામનો યુવક ગઈકાલે થોરાળામાં મધુરમ સોસાયટી-7માં રહેતા પિતરાઇ ભાઈ નીલેશના ઘરે હતો ત્યારે નિલેશનો નાનો ભાઈ રોહિત મકાન બાબતે ઝગડો કરતો હતો.અને બંને વચ્ચે ઝપાઝપી થતા હિતેશભાઈ છોડાવવા વચ્ચે પડયા હતા. દરમિયાન રોહિતે હિતેશને છરીનો ઘા મારી દેતા હાથના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.અને આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.