શાપરમાં મંગેતરે દુષ્કર્મ ગુજારી યુવતીને કુંવારી માતા બનાવી
20 વર્ષીય યુવતીએ રાજકોટમાં બાળકીને જન્મ આપ્યો : નવજાતનું સારવારમાં મોત : યુવતી પર અગાઉ સગા પિતાએ બળાત્કાર ગુજાર્યો હતો
શાપર પંથકમાં રહેતી વીસ વર્ષની યુવતિ સતત બે વખત હવસખોરીનો ભોગ બની છે પ્રથમ વખત તેના પર સગા બાપે બળાત્કાર ગુજાર્યો હતો. અને આ હવસખોર બાપે બાદમાં જેલમાં એસિડ પી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ યુવતિની તેના વતનના યુવાન સાથે સગાઈ કરવામાં આવી હતી પણ તેને તેણી સાથે દેહસંબંધ બાંધી ગર્ભ રાખી વતન ભાગી ગયો હતો.અને આ યુવતિએ રાજકોટની હોસ્પિટલમાં દાખલ થતાં કુવારી માતા બની હતી, તેણે દિકરીને જન્મ આપ્યો હતો. અને આ નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
વિગત મુજબ શાપર પંથકમાં રહેતી વીસ વર્ષની યુવતિને સોમવારે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.તેણી કુવારી હોઇ છતા પેટમાં ગર્ભ હોઇ પોલીસને જાણ કરાઇ હતી યુવતિના માતાએ કહ્યું હતું કે તેણીની સગાઇ થઇ હતી અને મંગેતરે તેણીને ભોળવીને શરીર સબંધ બાંધી લીધો હતો. આ કારણે તેણીને ગર્ભ રહી ગયો હતો. બીજી તરફ મંગેતર પોતાની માતાને લઈને વતન ભાગી ગયો હતો દિકરીને ગર્ભ રહી ગયાના છ મહિના બાદ પોતાને ખબર પડી હતી પણ પછી ગર્ભપાત થઈ શકે તેમ ન હોઈ પોલીસને ઘટનાની જાણ કરી હતી.દરમિયાન આ યુવતિને પેટમાં દુઃખાવો થતાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેણીએ દિકરીને જન્મ આપ્યો હતો. આ દિકરીનું સારવારમાં ગઇકાલે મૃત્યુ થયું હતું.જેથી શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.યુવતી પર અગાઉ તેણી પર સગા બાપે બળાત્કાર ગુજાર્યો હતો. આ હવસખોર બાપે જેલમાં એસિડ પી લેતાં તેનું સારવારમાં મોત થયું હતું. એ પછી તેણીને મંગેતરે પણ હવસખોરીનો શિકાર બનાવી હતી.આ બનાવ અંગે શાપર પોલીસને જાણ કરવામાં આવી હતી.