પડધરીમાં હવસખોર કાકાએ 14 વર્ષની ભત્રીજીનો દેહ પીંખ્યો
ત્રણ દિવસ પૂર્વે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી ઘરે મૂકી ગયો : પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો
પડધરી પંથકમાં ચકચાર મચાવતી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામપર ગામે રહેતા કૌટુંબિક કાકાએ 14 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી જઈ તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને બાદમાં તેણીને પોતાના ઘરે મૂકી નાશી ગયો હતો. પોતાની સાથે થયેલી આપવીતી તરૂણી માતા-પીતાને કરતાં તેઓએ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને આ મામલે પોલીસે ગુનો નોંધી હવસખોર કાકાને સકંજામાં લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુશાર આરોપી કૌટુંબિક કાકો યુવા વયનો અને અપરણિત છે.ભોગબનનાર 14 વર્ષની તરૂણીના ઘરના પાસે જ તેનો કૌટુંબિક કાકો રહેતો હતો. અને તેને તરૂણી પર પોતાની નજર બગાડી હતી.માસૂમ તરૂણીને લલચાવી ફોસલાવી ઘરની બહાર બોલાવી તા.11/6ના રોજ અપહરણ કરી ભગાડી ગયો હતો.આ ઘટનાની જાણ તરૂણીના પરિવારજનોને થતા તરૂણીની શોધખોળ હાથ ધરી હતી. અને ઘટનાના બે દિવસ બાદ તરૂણી મળી આવી હતી તે ઘરે પરત આવતા માતા-પિતાએ તરૂણીને પૂછતાં રડતી આંખે પોતાના પર થયેલી આપવીતી જણાવી હતી. અને કહ્યું હતું કે, કૌટુંબિક કાકો તેનું બળજબરીથી અપહરણ કરી ગયો હતો. અને અવાવરુ જગ્યા પર લઇ જઈ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.અને બાદમાં પડધરીમાં મૂકી નાશી ગયો હતો. જેથી આ મામલે પડધરી પોલીસે માતા-પિતાની ફરિયાદ પરથી કૌટુંબિક કાકા સામે ગુનો દાખલ કરી તેને સકંજામાં લીધો છે.