. રણછોડનગરનો બનાવ: આરોપીએ કારમાં તોડફોડ બાદ હુમલો કર્યો, યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
વોઇસ ઓફ ડે, રાજકોટ
શહેરના રણછોડનગર વિસ્તારમાં મકાનના ઝઘડાનો ખાર રાખીને કૌટુંબિક કાકાએ કારમાં તોડફોડ કરી ભત્રીજા પર ધારિયાથી હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો અનુસાર, શહેરના રણછોડ નગર આવેલી એસ.બી. આઇ બેન્ક નજીક રહેતા ઉમેશ કરસનભાઈ વેકરીયાએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી તેઓને મકાન બાબતે કૌટુંબિક કાકા રાજેશ વેકરીયા સાથે મનદુઃખ ચાલે છે. તેઓ તેમની મોટી પુત્રીનું રીઝલ્ટ લેવા નિશાળે જતા હતા ત્યારે તેમના કાકા રાજેશભાઈ એ રસ્તામાં રોકીને ગાળો આપી હતી. જે બાબતે યુવક આરોપી રાજેશ વેકરીયાને ઘરે તેને સમજવા જતાં તે ઉસ્કેરાઈ જઈને ઘરમાંથી ધારિયા જેવું હથિયાર લઇને આવતા ઉમેશ ત્યાંથી નાશી જઈને ઘરે આવી ગયા હતો
દરમિયાન યુવકના ઘરે પહોંચ્યા બાદ થોડીક વારમાં આરોપી રાજેશ ફરિયાદીના ઘરે આવી તેની અલ્ટો કારમાં ધારિયા વડે તોડફોડ કરવા લાગેલ. યુવકે રોકવા જતાં આરોપીએ તેના પર હુમલો કર્યો હતો.જેથી યુવકને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનવા અંગે બી ડિવિઝન પોલીસે યુવકનું નિવેદન નોધી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.