ઇન્સ્ટાગ્રામમાં ઇમિટેશનના ધંધાર્થીની ફેક આઈડી બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટો મુકાયા
રાજકોટમાં ન્યુ સાગર સોસાયટીમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થીની ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટો મુકી બીભત્સ શબ્દો લખી વાયરલ કરતાં તેને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.માહિતી મુજબ શહરેના કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નં.૪ માં રહેતા ઇમિટેશનના ધંધાર્થી ઇમરાન યુનુસભાઈ ધાનાણી(ઉ.વ ૩૪) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે ઇન્સ્ટાગ્રામ પર ઇમરાન નામની આઇડીનો ઉપયોગ કરે છે.
જુન મહિનામાં તેને માસીયાઈ ભાઇ ઇર્શાદનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારી ઇન્સ્ટા, આઇડી પર અજાણી આઇડી પરથી રિકવેસ્ટ આવી હતી જે આઇડીમાં તારો અને તારી ગર્લફ્રેન્ડનો ફોટો રાખેલ હતો,જેથી મેં રિકવેસ્ટ સ્વીકારતા તારો ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા હતાં.જેથી યુવાને ચેક કરતા કોઇ શખસે ફેક આઇડી બનાવી તેમાં યુવાનની જાણ બહાર તેનો અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો પ્રોફાઇલ એકાઉન્ટમાં રાખી તે ફોટો પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કર્યો હતો.અને બિભત્સ શબ્દો લખ્યા હતાં.જેથી તેને આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં અરજી કર્યા બાદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.