બેડી ગામ પાસેથી નામચીન માતા-પુત્ર સહિત ચારની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ
64600ના ડ્રગ્સ સહિત રૂ.1.26 લાખનો મુદ્દમાલ કબજે
ડ્રગ્સ ક્યાંથી લાવી એન કોણે સપ્લાય કરવાનું હતું તે બાબતે તપાસ
રાજકોટની નામચીન મહિલા અને તેના પુત્ર સહિત ચારને એસઓજીએ મોરબી હાઇવે પર બેડી ગામ નજીકથી રૂ.64600ની કિમતના 6.46 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી લઈ રૂ.1.26 લાખનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
એસઓજીના નવ નિયુક્ત પી. આઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે બાતમીના આધારે રાજકોટ મોરબી હાઇવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન GJ-03-BT-1657 નંબરની રિક્ષામાં રૈયાધાર 12 માળિયા કવાર્ટરમાં રહેતી નામચીન
મહિલા ડ્રગ પેડલર સુધા સુનિલભાઈ ધામેલીયા તેનો પુત્ર મયુર સુનીલભાઇ ધામેલીયા સાથે અન્ય બે શખ્સો રૈયાધાર મફતીયા પરા દશામાંના મંદીર પાછળ રાધીકા પાનની સામે રહેતો સચીન પ્રવિણભાઇ વોરા અને ધર્મેશભાઇ પરેશભાઇ ડાભી રિક્ષા માંથી મળી આવ્યા હતા જેમની પાસેથી રૂ.64600ની કિમંતનું 6.46 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. નામચીન મહિલા ડ્રગ્સ પેડલર સુધા અને તેના સાગરીતો આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા સામે પ્રોહિબિશન તેમજ એનડીપીએસના કેસમાં ગુના નોંધાયા છે અને તે પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે. સુધા અને તેની ટોળકીએ રાજકોટના અનેક યુવાનને ડ્રગ રવાડે ચડાવી અને બાદમાં પેડલર તરીકે સક્રિય કરી ડ્રગ્સ વેચવા મજબૂર કર્યા છે. આગાઉ સુધાના દબાણને વશ નહિ થઈ વાણંદ યુવાને આપઘાત કરી લેટે સુધા સામે યુવાનને મરવા મજબુર કરવાનો ગુનો પણ નોંધાયો હતો.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સાહેબ,અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ એસીપી ક્રાઇમ બી.બી. બસીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ જે.એમ.કૈલા તથા પી.એસ.આઇ એમ.બી.માજીરાણા અને ટીમે કામગીરી કરી હતી.