Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ટંકારાના લજાઈમાં નકલી ઓઇલની ફેક્ટરી ઝડપાઇ

Wed, October 23 2024

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જાણીતી બ્રાન્ડનું ડુપ્લીકેટ પેકેજીંગ કરતા બે આરોપીઓને પકડી પાડયા

મોરબી : મોરબી જિલ્લામાં નકલી ટોલનાકું, નકલી દારૂ પક્ડાયાની ઘટના બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં દરોડો પાડી ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો અને હીરો સહિતની જાણીતી ઓઇલ કંપનીઓના નામનો ઉપયોગ કરી નકલી એન્જીન ઓઇલ પેકીંગ કરતી ફેક્ટરી ઝડપી લઈ રૂપિયા 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ સહિત રૂપિયા 23,17,040 મુદામાલ સાથે બે આરોપીઓને ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ટંકારા પોલીસને અંધારામાં રાખી ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાણીતી કંપનીઓનું નકલી ઓઇલ પેકીંગ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી નકલી ઓઇલ એન્જીન પેકેજીંગ કરવાનું તોસ્તાન કારસ્તાન ઝડપી લીધું હતું. એસએમસી ટીમે બનાવ સ્થળેથી આરોપી  મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર રહે.ગોકુલધામ સોસાયટી મોરબી અને આરોપી અરુણ ગણેશભાઈ કુંડારીયા રહે.મોરબી રવાપર રોડ વાળાને ઝડપી લઇ ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, સર્વો, સેલ અને હીરો સહિતની અનેક જાણીતી કંપનીના નકલી ઓઇલ પેકીંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા અલગ અલગ માપના પ્લાસ્ટિકના ડબ્બા તેમજ અન્ય મોટા પેકીંગ પણ એસએમસીએ કબ્જે કરી રૂપિયા 17 લાખની કિંમતનું 21,488 લીટર ઓઇલ સહિત 23,17,040નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સવારથી પાડેલ દરોડાની કાર્યવાહી સાંજ સુધી ચાલી હતી જેમાં એસએમસીએ આરોપીઓના કબજા વાળા ગોડાઉનમાંથી 21,488 લીટર ઓઇલ, નકલી ઓઈલના પેકીંગ ઉપર સ્ટીકર લગાવવા માટેના મશીન, મોટર, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટો, સીલિંગ મશીન, ઓઇલ ભરવા માટેનું મશીન, બેરલ, એક 5 લાખની કિંમતની કાર, બે મોબાઈલ ફોન તેમજ રૂપિયા 5200 રોકડા તેમજ અલગ અલગ પેકીંગમાં નકલી ઓઇલ ભરવા માટેના પ્લાસ્ટિકના કેન સહિત કુલ રૂપિયા 23,17,040નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આરોપીઓ તમામ જાણતી બ્રાન્ડનું ડુપ્લીકેટ ઓઇલ પેકીંગ કરતા

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબીના બે ભેજાબાજ આરોપીઓ દ્વારા શરૂ કરાયેલ નકલી એન્જીન ઓઇલ પેકીંગ કરવાના કારખાનામાંથી ભારત પેટ્રોલિયનું મેક બ્રાન્ડ, ઇન્ડિયન ઓઇલ કંપનીનું સર્વો સુપર, ગલ્ફ કંપનીનું સીએનજી સુપ્રીમ અને હીરો, સેલ સહિતની જાણીતી ઓઇલ કંપનીના નકલી ઓઈલના પેકીંગ હતા. સાથે જ ચતુર આરોપીઓ દ્વારા અડધો લીટરથી લઈ1 લીટર, 5 લીટર અને 20 લીટર તેમજ 40 લિટરના નકલી એન્જીન ઓઇલ પેકીંગ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે.

Share Article

Other Articles

Previous

ન્યુઝીલેન્ડના ચાડ બોવેસે માત્ર ૧૦૩ બોલમાં ઝૂડ્યા ૨૦૦ રન !

Next

રાજકોટના અમરગઢ, મોટામવા અને પરા પીપળીયાની જમીન મામલે તપાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
6 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
6 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
6 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

મોદી સરકારે આંધ્ર પ્રદેશ માટે રૂપિયા 60 હજાર કરોડની યોજનાને આપી મંજૂરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા 200 લોકોના મોતની આશંકા, વિજય રૂપાણી સહિત 242 પેસેન્જર પ્લેનમાં હતા સવાર
ગુજરાત
8 મહિના પહેલા
વડાપ્રધાન આવતી કાલે ક્યાં રામલહેર બુલંદ કરશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા વોકાલિગા સંતનો જાહેર અનુરોધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર