અંબિકા ટાઉનશીપમાં પરિવાર સાથે ગણેશ વિસર્જન સમયે બનેલ દુર્ઘટનાથી શોક
સમગ્ર દેશમાં ગણેશ વિસર્જનનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે અનેક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટના અંબિકા ટાઉનશીપમાં રહેતા કારખાનેદારનું રાવકી પાસે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
અંબિકા ટાઉનશીપમાં રહેતા અને ઓટો પાર્ટ્સ બનાવવાનું કારખાનું ધરાવતા દિનેશભાઈ રાજાભાઈ રામોલીયા (ઉવ૫૦)એ પોતના ઘરે ગણેશજીની સ્થાપના કરી હોય આજે ૧૦ દિવસ બાદ પરિવાર અને સોસાયટીના સભ્યો સાથે રાવકી નજીક જખરાપીર નજી આવેલ નદીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયા ત્યારે નદીના ઊંડા પાણીમાં ગરક થઇ જવાથી દિનેશભાઈ ડૂબી ગયા હતા અને તેમનું મોત થયું હતું. બનાવ વખતે હાજર તેમના પુત્ર પ્રિન્સ સહિતના પરિવારે બચાવવા માટે બુમો પાડી હતી અને તરવૈયાઓ તેમને બચાવે તે પહેલા તે ડૂબી ગયા હતા. આ બનાવથી પરિવારમાં ખુશીના માહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી.
