ગોંડલમાં મહિલાના ઘર-ઓફીસમાં પૂર્વ પતિ અને તેના મળતીયાઓએ કરી તોડફોડ
અન્ય પુરુષ સાથે લગ્ન કરી લીધાનો ખાર રાખીને વાહનમાં ભાંગ તોડ કરી મચાવ્યો આતંક : 8 સામે નોંધાતો ગુનો
ગોંડલમાંવોરા શેરી, રોમા ટોકીઝની બાજુમાં રહેતી મહિલાના ઘરમાં મોડી રાત્રિના તેનો પૂર્વ પતિ તેના સાત મળતીયાઓ સાથે ઘસી આવ્યો હતો અને મહિલાએ અન્ય પુરુષ સાથે લગ્ન કરી લીધનો ખાર રાખીને તેણીના ઘર,ઓફિસ અને વાહનોમાં તોડફોડ કરતાં પોલીસ 8 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વિગતો મુજબ ગોંડલમાં રહેતા મુસ્કાનબેન સિકંદરભાઇ શેખા (ઉ.વ.30)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના પૂર્વ પતિ ઇમ્તીયાઝ ઉર્ફે લાલો અને તેના સાત મળતીયાનું નામ આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, તે તેના પતિ ગોંડલ ખાતે વોરા શેરી રોમા ટોકીઝની બાજુમાં રહે છે. તા.26/2ની રાત્રીના આશરે પોણા બારેક વાગ્યે તેના દિયર રઉફભાઇ તથા દેરાણી અસ્માબેન તથા જેઠાણી રીજવાનાબેન તથા સાસુ યાસ્મીનબેન એમ બધા ઘરે સુતા હતા.
ત્યારે ઘરની બહાર વોરા કોટડા રોડ પર રહેતો ઇમરાન કટારીયા તથા ઇરફાન ઉર્ફે ઇફો ફીરોજ શેખ તથા ઇમ્તીયાઝ ઉર્ફે લાલો તથા એક અજાણ્યો માણસ હાથમાં લાકડાના ધોકા તથા લાખંડના પાઈપ લઈને ઉભેલ હતા. અને બધાને મારી જ નાખવા છે. કહી કાચની બાટલીઓના મકાન પર ઘા કરી બે એકટીવા મોટર સાયકલ પર ધોકા અને લોખંડના પાઇપથી તોડફોડ કરી નુકસાની કરી હતી. ઉપરાંત હનુમાનજીના મંદીર પાસે ઓફીસમાં સી.સી.ટી.વી. કેમેરા તથા ઓફીસનો કાચનો દરવાજો તોડી નાખી નુકસાન કરતાં પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.