રૈયાધારમાં પિતા-પુત્ર પર આઠ શખ્સેાનેા છરી-ધેાકા વડે હુમલેા
સાંગણવા ચેાકમાં ભાઈએ સગી બહેનને ડીસમીસના ઘા ઝીંકયા
રાજકેાટમાં બે મારમારીના બનાવેા પેાલીસ ચેાપડે નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં રૈયાધાર વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર આઠ શખ્સેાએ જૂના ઝગડાનેા ખાર રાખી છરી અને ધેાકા-પાઇપ વડે હુમલેા કરતાં પેાલીસે ગુનેા નોંધ્યેા છે. બીજા બનાવમાં સાંગણવા ચેાકમાં ભાઈએ સગી બહેનને ડીસમીસના ઉંધા ઘા ઝીંકયા હતા.
પેાલીસમાંથી મળતી માહિતી મુજબ રૈયાધાર શાંતીનગરના ગેઇટ અંદર રહેતા જાવીદભાઇ બસીરભાઇ ખાખુએ યુનિવર્સિટી પેાલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરેાપીમાં રેાહીત પરેશ ડાભી, સજુલ સેાલંકી, વીશાલ રાજુભાઇ ગેાહિલ, યશ ઉફે હાંડેા ડાભી, ધમશે ઉફે ધમેા ડાભી, ઋત્વિક ડાભી,ધવલ અને મયુર ધામેલિયાનું નામ આપતા જણાવ્યું હતું. કે, પેાતે ઘરે હતા ત્યારે આરેાપીઓ તેમના ઘરે ઘસી આવ્યા હતા. અને તારેા પુત્ર નવાજ યુસુભા સાથે મળી અમને મારવાની વાતેા કરે છે. તેમ કહી હુમલેા કરી ધેાકા-પાઇપ વડે માર મારી તેમના દીકરા અમનને છરી મારી દીધી હતી. જેથી આ મામલે પેાલીસે ગુનેા નોંધી આરેાપીઓની શેાધખેાળ કરી છે.
અન્ય બનાવમાં ધર્મેન્દ્ર રેાડ પર રહેતા વર્ષાબેન કાનજીભાઇ ગોંડલીયા સાંગણવા ચેાકમાં નીકળ્યા હતા ત્યારે તેણીના સગાભાઈ અરુણ કાનજી ગોંડલીયાએ જૂના મનદુખનેા ખાર રાખી ઝગડેા કરી તેણીને ડીસમીસના ઉંધા ઘા માર્યા હતા.જે મામલે એ ડિવિઝન પેાલીસે ગુનેા નોંધ્યેા છે.
