ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડૉ.સંજય પટોળિયાની ધરપકડ રાજકોટમાં છુપાઇ ગયા હતા
રાજકોટમાં સંતાઇને આગોતરા જમીન અરજી મૂકી પણ રિજેક્ટ થતાં અમદાવાદ આવ્યા અને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચ દ્વારા ભાગેડુ ડૉ.સંજય પટોળીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. ખ્યાતી હોસ્પિટલનાં ડીરેક્ટર તરીકે કાર્યરત ડો. સંજય પટોળીયા આ ઘટના પછી અમદાવાદથી ભાગીને રાજકોટ આવી ગયા હતા અને અહી છુપાયા હતા.
રાજકોટમાં ડૉ.સંજય પટોલીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કહ્યુ હતું કે ડો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠા હતા. આ ઘટના બાદ તેમણે આગોતરા જામીન અરજી કરી હતી પણ તે રિજેક્ટ થતા અમદાવાદ આવીને ગોતા પાસે એક મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયા હતા. ડૉ. સંજય પટોલિયા જ્યારે ઝડપાયા ત્યારે ધૂળથી ખરડાયેલા અને ફાટેલા ટી-શર્ટમાં હતા.
ક્રાઈમ બ્રાંચનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડો. સંજય પટોળીયાએ આર.કે.જે ફાર્મ હાઉસ પાસેથી કોલ કર્યા હતો. આ તરફ ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ ટે્રસ કરી સંજય પટોળિયાનું લોકેશન મેળવી લીધું હતું અને તુરંત પહોંચી જઈને ધરપકડ કરી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મેહુલ જૈન, સીઈઓ ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ એમ પાંચ ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
હવે ડો. સંજય પટોળીયાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ૫ હોસ્પિટલને સમન્સ પાઠવીને પૂછપરછ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ક્રાઇમ બ્રાંચની તપાસ તેજ બની છે.કાઈમબ્રાંચે ૧૦૦થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે પીએમજેએવાયના મુખ્ય સીએમઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય ફાયનાન્સ કંપનીના રિજિયોનલ મેનેજરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના ૧૯ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ ૨ દર્દીના મોત થયા હતા.