ગાંધીનગર નજીકની હોટલમાં ફાયરીંગ થયાની ચર્ચા
પૈસાની લેતી દેતીમાં પિંડારડા પાસે ડખ્ખો થયો : પોલીસે ગોળીબાર થયાનો કર્યો ઇનકાર
ગાંધીનગરમાં મોડી રાત્રે પેથાપુરના પિંડારડા ગામે આવેલી હોટલમાં અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ થયું થયુ હોવાનું કહેવાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બે ઇકો કાર ભરી આવેલા 20 જેટલા ઈસમોએ અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું.
સુત્રો અનુસાર, હોટલના લોકોએ ઇસમ પાસે રિવોલ્વર જોઇ એટલે તે લોકો ઘભરાઈ ગયા હતા અને ત્યાથી ભાગ્યા હતા. ઘટના જાણ થતા પોલીસે આવી પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસ દ્વારા ફાયરિંગ ન થવાનું જણાવ્યું છે.
પોલીસે આપેલી વિગતો પ્રમાણે અહીં અસામાજિક તત્વોએ થાર, સ્કોર્પિયો, અલ્ટો ગાડીના કાચ તોડ્યા હતા. પરંતુ અહીં કોઈ ફાયરિંગ થયું નથી.