રઘુવીરપરામાં વૃદ્ધાના રૂ.3.50 લાખના સોનાના ઘરેણાં ઉતારી લેનાર દિલ્હીની ટોળકી પકડાઈ
મહિલા પાસે પૈસા ગણી આપવાની મદદ માંગી વાતોવાતોમાં ઘરેણાં ઉતરાવી લીધા : બે મહિલા સહીત ત્રણને વડોદરાથી દબોચી તમામ મુદામાલ જપ્ત કર્યો
રાજકોટમાં જુબેલી ચોક પાસે રઘુવીરપરામાં લાબેલ ગઠિયા પાસે એક વૃદ્ધ મહિલા ઊભા હતા ત્યારે તેની પાસે બે મહિલાઓએ આવીને પોતાના પાસે રહેલા પૈસા ગણાવવામાં મદદ કરવાનું કહી વૃદ્ધાને વાતોમાં રાખી તેમણે પહેરેલા રૂ.3.50 લાખના સોનાના ઘરેણાં ઉતારી લીધા હતા.બાદમાં આ મામલે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાતા ટીમ દ્વારા તપાસ હાથધરીને દિલ્હીની આ ઠગ ટોળકીને વડોદરાથી પકડી પાડીને તમામ મુદામાલ જપ્ત કર્યો છે.
વિગત મુજબ એ ડિવિઝન પોલીસમાં ગત તા.૨૬/૧૧ના રોજ પલ્લવીબેન કિરણભાઈ વડોદરીયાએ ફરિયાદ નોંધાવી હતી કે,તેઓ પોતાના પતિ સાથે ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા ગયા હતા.અને ખરીદી કરી તેઓ જીવન કોમર્શીયલ બેન્કની બાજુની લાબેલા ગાંઠીયા વાળી શેરી રઘુવીરપરા પાસે ઊભા હતા ત્યારે બે બહેન તેમની પાસે આવ્યા હતા.અને અમારી પાસે વધુ પૈસા છે જેથી ગણી આપવામાં મદદ કરો તેમ કહ્યું હતું.બાદમાં બન્ને મહિલાઓએ વૃદ્ધાને કઈક કરી મૂકતાં તેઓ કઈ બોલી શક્યા ન હતા.અને બંને મહિલાઓ વૃદ્ધાએ પહેરેલા રૂ.3.50 લાખના દાગીના ઉતારીને નાશી ગઈ હતી.જેથી આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.અને આ ઠગ ઠોળકી વડોદરા હોવાનું માલૂમ પડતાં વડોદરા પોલીસ દ્વારા ઠગ ટોળકીની રૂહિ સીતારામરૂહી બાવરી,પુનમબેન સોનુ હારીમલ અને વિશાલ શયામલ બાવરી (રહે.તમામ દિલ્હી)ને પકડી પાડી તેમની પાસેથી ચાર સોનાની બંગડીઓ જેનુ આશરે વજન ૪૦ ગ્રામ તેમજ ગળામા પહેરવાનો સોનાનો ચેન તથા પેન્ડલ આશરે ૧૦.૫૦ ગ્રામનો મળી કુલ રૂ.૩,૫૦,૦૦૦નો મુદામાલ કબેજ કર્યો હતો.
જ્યારે આ ટોળકી દ્વારા અગાઉ વડોદરા અને સુરતમાં આજ રીતે મહિલાઓ સાથે ઠગાઇ કરવામાં આવી હતી. જેમાં ગુનો નોંધી પોલીસે ટોળકીને પકડી પાડી હતી.જ્યારે આ કામગીરી એ ડિવિઝનના પીઆઇ આર.જી.બારોટના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એમ.વડનગરા, બી.એચ.પરમાર તથા એએસઆઈ એમ.વી.લુવા સહીતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.