તહેવારોમાં લોકોના રસોડાની શું છે હાલત ? કઈ ચીજના ભાવમાં કેટલો વધારો ? જુઓ
દેશમાં રિટેલ મોંઘવારીમાં આંકડાઓમાં ઘટાડો બતાવાઈ રહ્યો છે પણ વાસ્તવમાં આજે પણ ખવાપીવાની ચીજો, શાકભાજી અને દાળ તથા ખાવાના તેલનો ભાવ લોકો માટે અસહ્ય બની રહ્યો છે. તહેવારોમાં પણ લોકોના રસોડા સળગી રહ્યા છે. તેલ અને મસાલાના ભાવ પણ રડાવી રહ્યા છે. જેએનયુના પ્રોફેસર અરુણ કુમારે 2 વર્ષનો તુલનાત્મક રિપોર્ટ તૈયાર કર્યો છે. તહેવારોમાં લોકોને મોંઘવારી નડી છે અને દિવાળીમાં પણ આ જ સ્થિતિ બની રહેવાની છે.
બટેટા- ડુંગળી જલદ
રિપોર્ટ મુજબ દેશમાં બટેટા અને ડુંગળીના ભય 2 વર્ષમાં ડબલ થઈ ગયા છે અને લોકોમાં રાડ બોલી ગઈ છે. ટમેટાંના ભાવમાં પણ આવો જ જલદ વધારો 2 વર્ષમાં થઈ ગયો છે. જમવાની થાળી ખરેખર મોંઘી આજે પણ છે. જ્યારે આંકડાઓમાં રીટેલ મોંઘવારી 4 ટકાની નીચે બતાવાઈ રહી છે. તો પછી સવાલ ઉઠે છે કે દર નીચો હોય તો આવી દશા કેમ છે ?
શાકભાજી આકાશમાં
ખાસ કરીને આજે પણ શાકભાજીનો ભાવ આકાશને આંબી રહ્યો છે. એ જ રીતે મસુરને બાદ કરતાં અન્ય તમામ પ્રકારી દાળના ભાવ પણ અસહ્ય છે અને ભાવમાં સતત તેજી બનેલી છે. એટલું જ નહીં રસોડામાં વપરાતા મસાલાના ભાવ પણ નીચા નથી.
બીજી બાજુ રિઝર્વ બેન્કે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે બટેટા, ડુંગળી અને ટમેટાના ભાવમાં પાછલા 2 વર્ષમાં ડબલ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ 2022 સપ્ટેમ્બરથી 2024 સપ્ટેમ્બર વચ્ચે તેના ભાવમાં ભારે વધારો થતો રહ્યો છે.
આ રહ્યો તફાવત
ઉદાહરણ તરીકે 2022 સપ્ટેમ્બરમાં ટમેટાના ભય કિલોના રૂપિયા 20 ની નીચે રહ્યા હતા અને આજે રૂપિયા 50 કે તેથી વધુ રહ્યા છે. એ જ રીતે ડુંગળીના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે અને બટેટા કિલોના રૂપિયા 60 બોલાઈ રહ્યા છે.