મુળ વિસાવદરનો અને હાલ વાણિયાવાડીમાં રૂમ ભાડે રાખી રહેતા હર્ષદ ચુનીભાઈ રાઠોડ (ઉ.વ.34) નામના યુવકને તેના જ ગામના અને સાથે રહેતા રૂમ પાર્ટનરે માર મારતા પોલીસે કાર્યવાહી કરી છે. વિગતો મુજબ હર્ષદ પોતાના રૂમમાં હતો ત્યારે ઉપરના રૂમમાં રહેતો તેના જ ગામનો મિલન ચોટલીયા નીચે આવી તે મારા પપ્પાને ફોન કરી મારી શું કામ ફરિયાદ કરી કહી ઝગડો કરી ઢીકાપાટુનો માર મારતા યુવકને સિવિલમાં ખસેડાયો હતો.
જ્યારે હર્ષદે પોલીસને જણાવ્યું હતું કે,હું છૂટક ઇલેક્ટ્રિકનું કામ કરું છું અને રૂમ રાખી એકલો રહુ છું, ઉપરના માળે ગામનો જ મિલન ચોટલીયા રહે છે એ અવાર નવાર મારી સાથે માથાકૂટ કરતો હોવાથી ગઈકાલે મેં તેના પિતાને ફોન કરી તેની ફરિયાદ કરી હતી. જે વાતનું મનદુઃખ રાખી તેને માર મારતા ભક્તિનગર પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી કરી છે.