કોઠારીયા મેઇન રોડ પરથી દારૂની 24 બોટલો સાથે બુટલેગર પકડાયો
શહેરમાં કોઠારીયા મેઇન રોડ પરથી પીસીબીની ટીમે દરોડો પાડીને દારૂની 24 બોટલો સાથે બુટલેગરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. વિગત મુજબ પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.ત્યારે બાતમી આધારે કોઠારીયા મેઇન રોડ ૪૦ ફુટ રોડ ભવાની ચોક પાસે મહશ્વેરી શેરી નં.૨માં આવેલા મકાનમાં દરોડા પાડી એજાદ હારૂનભાઇ આદમાણી (ઉ.વ.૩૨)ને પકડી પાડી દારૂની 24 બોટલો મળી કુલ રૂ.17,670નો મુદામાલ કબજે કરી કાર્યવાહી કરી છે.