મોદીએ અડવાણી, મુરલી મનોહર જોશી અને રામનાથ કોવિંદની મુલાકાત લીધી
એન.ડી.એ.સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી સંસદના સેન્ટ્રલ હોલથી સીધા ભાજપના દિગ્ગજ નેતા અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના ઘરે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમને અડવાણી સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કર્યા પછી નરેન્દ્ર મોદી ભાજપના સીનીયર લીડર મુરલી મનોહર જોશીને મળવા માટે પહોંચ્યા હતા.96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી ભાજપના સંસ્થાપક સભ્ય છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડાપ્રધાન પણ રહ્યા છે.
90 વર્ષીય મુરલી મનોહર જોશી પણ ભાજપના સંસ્થાપક સભ્ય છે. અડવાણી અને જોશી રામ જન્મભૂમિ આંદોલનના પ્રમુખ ચહેરાઓમાંના એક છે. નરેન્દ્ર મોદી દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.