ભરૂચ રેલવે કોલોનીમાં સીનીયર સેક્શન એન્જિનિયરનો માળો વિખાયો
ઘરેલુ ઝઘડાને લઇ પત્નીએ આપઘાત કર્યો : પતિએ પત્નીની લટકતી લાશ જોઈ બાળકની હત્યા કરી અંકલેશ્વર ગડખોલ નજીક ટ્રેન નીચે પડતું મૂક્યું..
ઘરેલુ ઝઘડા ઘણી વખત મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે આવું જ એ ઘરેલુ ઝઘડો 3 લોકોની જિંદગી છીનવી ગયો છે જેમાં રેલ્વે સીનીયર સેકસન એન્જિનિયરની પત્નીએ મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા પતિએ પણ પોતાના બાળકને ઊંઘમાં જ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી અંકલેશ્વરના ગડખોલ નજીક રેલવે ટ્રેક નીચે પડતું મુકતા રેલવે પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે
ભરૂચના રેલવે સ્ટેશન રેલ્વે કોલોનીમાં રહેતા અને રેલ્વે સીનીયર સેકસન એન્જિનિયર તરીકે નોકરી કરતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનું પરિવાર ગણતરીની મિનિટમાં જ વિખાઈ ગયું સામાન્ય ઝઘડાઓમાં જતીન મકવાણાની પત્નીએ ગળે ફાંસો ખાઈ લેતા પત્નીની લટકતી લાશ જોઈ ચિંતામાં મુકાયેલા જતીન મકવાણા પોતાના ઘરમાં ખાટલામાં જ પોતાનું માસુમ 10 વર્ષનું બાળક વિહાગને પણ ગળે ટુપો આપી હત્યા કરી ઘરને તાળું મારી પોતાના પિતાને ફોન કરી કહ્યું પત્નીએ આપઘાત કર્યો છે અને હું પણ આપઘાત કરવા જાઉં છું તેમ કહેતા જ આપઘાત કરવા જઈ રહેલા પુત્રની વાત ફોન ઉપર સાંભળતા પિતાની પણ જમીન તળે પગ ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો
પોલીસને જાણ થતા પોલીસ પણ જતીન મકવાણાના ઘરે આવીને તપાસ કરતા પત્ની ત્રુપલ મકવાણા ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લટકતી જોવા મળી હતી જ્યારે 10 વર્ષનું માસુમ બાળક વિહાગ મૃતક અવસ્થામાં બેડ ઉપર હતું અને 2 પાનાનો સુસાઇડ નોટ પણ પોલીસને હાથે લાગ્યો છે જેમાં રેલ્વે સીનીયર સેક્શન એન્જિનિયર જતીન મકવાણાએ લખ્યું છે કે મારી પત્નીએ આપઘાત કર્યો છે અને મારા દીકરો જીવીને શું કરશે? જેથી તેને હું મારી રહ્યો છું અને હું પોતે પણ રેલ્વે ટ્રેન નીચે આપઘાત કરવા જઉં છું અને બે પાનાનો સુસાઇડ નોટ પણ પોલીસે કબ્જે કર્યો છે આ ઉપરાંત પણ વધુ 10 પાનાનો લેટરો પણ પોલીસે કબજે કર્યા છે જેમાં પ્રેમ પ્રકરણના કારણે પણ આપઘાત થયા હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવીને 10 પાનાના લેટરો પણ કબજે કર્યા છે
સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારજનોને જાણ થતા તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પિતાએ એમ્બ્યુલન્સમાં રહેલી પોતાની દીકરીની લાશ જોઈ હૈયા ફાટક રુદન કરી રહ્યા હતા એટલું જ નહીં પોતાની દીકરીને ન બચાવી શક્યા તેવું રટણ કરી એક મા પોતાની દીકરીને ગાલ ઉપર વ્હાલ કરી રુદન કરી રહી હતી
જમાઈ સારો હતો પરંતુ તેના પરિવારજનો સારા નહોતા દીકરીના પિતાનો રુદન સાથે આક્ષેપ
કહેવાય છે ને જેની ગોદડી જાય તેને ટાઢ વાય પોતાની દીકરી અને માસુમ પૌત્ર જોઈ બા દાદાઓ પણ હૈયા ફાટક રુદન કરતા હતા અને કહ્યું હતું કે જમાઈ સારા હતા પરંતુ તેના પરિવારજનો સારા નહોતા મારી દીકરીના શરીર ઉપર ઇજા છે સંપૂર્ણ શરીર હું ચેક કરીશ અને પછી જ પીએમ કરવા દઈશ હું પણ નિવૃત્ત એએસઆઇ છું મારી દીકરીને દુઃખ હતું પણ પરંતુ આવું પગલું પડશે તેની નોહતી ખબર અને પિતા પણ રડી પડ્યા..?
નવા કાયદા મુજબ જ વિડીયો સહિતની કામગીરી કરવામાં આવી છે :- રેલવે પીએસઆઇ એસ.કે રાણા
ભરૂચના રેલવે પોલીસ મથકની હદમાં ગંભીર પ્રકારની ઘટના બની છે જેમાં પતિ પત્નીની આત્મહત્યા અને પુત્રની હત્યા અંગે માતા અને બાળકના મૃતદેહ કબજો લેતી વખતના તમામ વિડિયો પણ કરવામાં આવ્યા છે અને નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું રેલવે પોલીસ પત્રકના પીએસઆઇ એસ.કે રાણાએ જણાવ્યું હતું