Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

અઢી વર્ષમાં રાજકોટની ૧૧ સોસાયટીમાં ૧ કરોડની ચોરી કરનાર બેલડી પકડાઈ

Thu, March 28 2024

પત્રકાર, શ્રેયસ, સાંઈનગર, ત્રિવેણી, શારદાનગર સહિતની સોસાયટીમાં હાથફેરો કરનાર બે નેપાળી શખ્સો ક્રાઈમ બ્રાન્ચના હાથે દબોચાયા: ચોરીનો તમામ માલ નેપાળ ભેગો કરી દીધો !

રાજકોટમાં ચોરટાંઓનો આતંક વધી રહ્યો છે જેને ડામી દેવા માટે પોલીસ ચારે બાજુ દોડધામ કરી રહી છે. બીજી બાજુ વર્ષો પહેલાં ચોરી કરનારી ગેંગને પણ દબોચી લેવાના પ્રયાસો વચ્ચે ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા સાંપડી છે. અઢી વર્ષની અંદર રાજકોટની ૧૧ સોસાયટીમાં ૧ કરોડથી વધુની માલમત્તાની ચોરી કરનાર નેપાળી બેલડીને પકડી પાડીને ૧૨ ચોરીના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે. જો કે પકડાયેલા તસ્કરોએ ચોરીનો તમામ માલ નેપાળ ભેગો કરી દીધો હોવાનું ખુલ્યું છે.


ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, પીએસઆઈ એમ.જે.હુણ સહિતની ટીમ દ્વારા કોઠારિયા મેઈન રોડ પર તીરૂપતિ સોસાયટી, પાણીના ટાંકા પાસેથી પ્રવીણ બસંત શાહી (ઉ.વ.૩૫, રહે.હુડકો ચોકડી, મુળ નેપાળ) અને ભરત રણબહાદુર શાહી (ઉ.વ.૨૩, રહે.હુડકો ચોકડી, મુળ નેપાળ)ને પકડી પાડી તેના કબજામાંથી ૧૨૩૦૦ની રોકડ, ડીસમીસ, વાંદરીપાનુ, ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


આ બેલડી ૨૦૨૧થી રાજકોટમાં ચોરી કરવા આવી રહી છે અને જેવી ચોરી થઈ જાય એટલે નેપાળ ભાગી જતી હતી અને ત્યાંથી થોડા સમય બાદ ફરી રાજકોટ આવીને ચોરીને અંજામ આપી રહી હતી. આ રીતે તેણે શહેરની અલગ-અલગ ૧૧ સોસાયટી જેમાં પત્રકાર, શ્રેયસ, સાંઈનગર, ત્રિવેણી, શારદાનગર સહિતની સોસાયટીમાં હાથફેરો કરીને એકાદ કરોડથી વધુની ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે. આ બન્ને અહીં અન્ય નેપાળી લોકો સાથે રહે છે અને અલગ-અલગ સોસાયટી તેમજ એપાર્ટમેન્ટના ચોકીદાર અથવા તો વાહન ધોવાનું કામ કરતા નેપાળી લોકો પાસેથી બંધ મકાનની માહિતી મેળવી રેકી કરતા હતા. આ પછી હથિયારો સાથે રેકી કરાયેલા ઘરમાં ત્રાટકીને ચોરી કરી રફુચક્કર થઈ જતા હતા.

આટલી ચોરીનો ભેદ ખુલ્યો
પત્રકાર સોસાયટી, બીગબજાર પાછળ, સાંઈનગર સોસાયટી, એરપોર્ટ ફાસ નજીક શ્રેયસ સોસાયટી, વૈશાલીનગરમાં એક મકાન, મહિલા કોલેજ અન્ડર બ્રિજ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોની, સાધુ વાસવાણી રોડ પર ત્રિવેણી સોસાયટી, આકાશવાણી ચોક પાસે શારદાનગર સોસાયટી, બીગબજાર પાછળ સાંઈનગર સોસાયટી, રૈયા ટેલિફોન એક્સચેન્જ મમ્બાસા પાર્કમાં એક મકાન, યુનિવર્સિટી રોડ પર જલારામ-૨માં એક મકાન, ૧૫૦ ફૂટ રિંગરોડ પર મોન્ટાબેલા એપાર્ટમેન્ટનો ફ્લેટ, મોરબીના સનાળા રોડ પર આવેલું એક મકાન.

રાજકોટમાં ચોરી કરવા આવ્યા’ને મળ્યા ૧૦૦૦; સાથે પકડાઈ પણ ગયા
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે નેપાળી બેલડી રાજકોટમાં ફરી ચોરી કરવા આવી હતી અને એક જગ્યાએ ચોરી કરી પણ હતી પરંતુ ત્યાંથી તેને માત્ર ૧૦૦૦ રૂપિયા જ મળ્યા હતા પરંતુ પોલીસ માટે સૌથી મોટી સફળતા એ છે કે આખરે આ બેલડી પકડાઈ ચૂકી છે.

Share Article

Other Articles

Previous

સિવિલ હોસ્પિટલ રામ ભરોસે ! કાન, નાક અને ગળાના 10 લાખના સાધનો ગાયબ

Next

આજીડેમ ચોકડી નજીકથી ઝડપાયેલ 8 વાહનોને 21.87 લાખનો ખનીજ ચોરીનો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
5 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
5 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
5 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
5 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈને રાજકોટ શહેર પોલીસ એલર્ટ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ થશે, શું કહ્યું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
એમપીમાં કોંગીમાં કજિયો, કમલનાથે અસંતુષટોને કહ્યું.. જાઓ .. દિગ્વિજયસિંહના કપડાં ફાડો !
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નેપાળના રસ્તેથી બિહારમાં ઘૂસી ગયા 3 પાકિસ્તાની આતંકી, રાજ્યભરમાં પોલીસને હાઈ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ભારત, પાકિસ્તાન પર હુમલો કરી શકે છે તેવો ભય કોણે વ્યક્ત કર્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર