પ્રતિબંધિત કોડીન સીરપ સાથે ઝડપાયેલ આરોપીની જામીન અરજી મંજૂર
રાજકોટ જિલ્લાના ધોરજીમાંથી પ્રતિબંધિત કોડીન સીરપના જથ્થા સાથે આરોપી શફી ઢીબની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં આ સીરપ તે જૂનાગઢના હુસેન સીડા પાસેથી ખરીદી હોવાનું જણાવાયું હતું.પોલીસે બંને વિરૂદ્ધ એન.ડી.પી.એસ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેલ હવાલે રહેલ આરોપી હુસેન સિડાએ કરેલી જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી હતી.
કેસની હકીકત મુજબ,રૂરલ એસ.ઓ.જી પોલીસના સ્ટાફને મળેલી બાતમીના આધારે ધોરાજીમાં ત્રણ દરવાજા નજીક પાસે આવેલા આરોપીમાં રહેણાંક મકાનમાં દરોડા પડતાં પ્રતિબંધિત કોડીન સીરપની ૩૮ બોટલ મળી આવી હતી. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેને આ જથ્થો જૂનાગઢ રહેતા આરોપી હુસેન સીડા પાસેથી લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી બંને વિરૂદ્ધ એન.ડી.પી.એસની કલમ હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો હતા.ચાર્જશીટ બાદ આરોપી હુસેન સિડાએ જેલમુક્ત થવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.
આ અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલે કરેલી ધારદાર દલીલ અને જામીન અરજીને લઈને ટાંકેલા વડી અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈને અદાલતે હુસેન સિડાની જામીન અરજી મંજૂર કરી હતી.આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત પટગીર, સાહીસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ બી. ઝાલા, મીતેશ એચ. ચાનપુરાં તેમજ હાઈકોર્ટમાં એમ. આઈ. સૈયદ રોકાયેલ હતા.