બામણબોરમાં તોડ કરવા ગયેલા બુટલેગર સામે ફરિયાદ કરતાં પત્રકાર પર હુમલો
બામણબોરમાં ડોકટર પાસે તોડ કરવા ગયેલા બુટલેગર પર પત્રકારે પોલીસ ફરિયાદ કરતાં તેનો ખાર રાખીને પત્રકાર પર માંડા ડુંગર પાસે પાઇપ વડે હુમલો કરી પગ ભાંગી નાખતા તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બામણબોર ગામમાં રહેતાં અને બાબુભાઈ રવજીભાઈ ડાભી (ઉ.વ.49) નામનાં પત્રકાર રાત્રિના આંઠ વાગ્યાની આસપાસ પોતે માંડા ડુંગર પાસે હતા.ત્યારે બુટલેગર પ્રતિક ચંદારાણાએ સળીયા વડે હુમલો કરતાં બાબુભાઇને પગમાં ઈજાઓ થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,બામણબોર ગામમાં ડોકટર પાસેથી પ્રતિક ચંદારાણાને તોડ કરવો હોય જેથી ડોકટર પાસે પ્રતીકે પૈસાની માંગણી કરી હતી. જે વાતની બાબુભાઇને જાણ થતાં તોડ થવા દિધો ન હતો. અને તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.જેનો ખાર રાખીને હુમલો કર્યો હતો.