- વાહ…સોશિયલ મીડિયાનો ખરો (દૂર) ઉપયોગ
- ઓર્થો અને મેડિસિન વિભાગના કન્સલ્ટ તબીબો ફરજ પર ન આવી દર્દીઓની ઘરેથી કરે છે સારવાર માત્ર ત્રણથી ચાર સિનિયર-જુનિયર તબીબો પર ચાલતો ઇમરજન્સી વિભાગ : તબીબી અધિક્ષકને આ મામલે તપાસ કરવી જરૂરી
વોઇસ ઓફ ડે રાજકોટ
ભારત દેશ હરરોજ ડિજિટલ યુગ તરફ પોતાનું એક કદમ વધારી નવી સિદ્ધિઓ સર કરી રહ્યું છે. અને ડિજિટલ થતાંની સાથે તેનો ઉપયોગ સાથે દૂર ઉપયોગ પણ એટલો જ વધી રહ્યો છે.ત્યારે આ સોશિયલ મિડીયાનો સાચો ઉપયોગ તો રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો કરી રહ્યા છે.જેમાં કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતાં નોકરિયાત વર્ક ફોર્મ હોમ કરે છે.તેમ તબીબો પણ ઘરે બેઠા હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.સિવિલના ઇમરજન્સી વિભાગમાં રાત્રિના ઓર્થો અને મેડિસિન વિભાગના તબીબોને ફરજ સોંપવામાં આવી છે. તેઓ હોસ્પિટલે નહીં પરંતુ ઘરે હાજર રહી વોટ્સએપ મારફત દર્દીઓનું નિદાન કરી એક નવી સારવારની પદ્ધતિને વિકસાવી રહ્યા છે.અને બીજી બાજુ રેસિડેન્ટ સિનિયર-જુનિયર તબીબોના નસીબમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું નથી લખ્યું જેથી તેઓને રાત્રિના 12 કલાક સુધી ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર રહેવું પડે છે.
રાજકોટ અને આસપાસના જિલ્લાઓ માટે સિવિલ હોસ્પિટલએ સારવાર માટે એક મહત્વનું કેન્દ્ર છે. અને રોજ હજારોની માત્રામાં ઓપીડી તબીબો દ્વારા જોવામાં આવે છે. પંરતુ રાત પડતાંની સાથે જ ઇમરજન્સી વિભાગની કામગીરી ઓનલાઈન વોટ્સએપ મારફત ચાલવા લાગે છે. જેથી દર્દીઓનું નિદાન કરતાં ઓર્થો અને મેડિસિન વિભાગના કન્સલ્ટ તબીબોએ જાણે નવી સિદ્ધિ મેળવી લીધી હોઇ તેવું માલૂમ પડે છે. જી હા ઇમરજન્સી વિભાગમાં હાથ-પગ કે શરીરના અન્ય કોઈ ભાગમાં દર્દીને ઇજા પહોંચી હોઇ તો તેનો એક્સ-રે કરવાનું સિનિયર કે જુનિયર તબીબો દ્વારા જણાવવામાં આવે છે. અને દર્દી એક્સ-રે કરાવીને પરત આવે ત્યારે ફરજ પર રહેલા સિનિયર કે જુનિયર તબીબો કન્સલ્ટ કરી સારવાર ન આપી શકે તે માટે આ વિભાગમાં ઓર્થો અને મેડિસિન વિભાગના કન્સલ્ટ તબીબો ડ્યૂટી લગાવવામાં આવે છે. પંરતુ આ તબીબો તો હોસ્પિટલમાં હાજર રહેતા નથી જેથી સિનિયર-જુનિયર તબીબો દ્વારા એક્સ-રેનો ફોટો પાડી જે તે તબીબોનો ડ્યૂટીનો વારો હોઇ તેને વોટ્સએપ મારફત આ ફોટો મોકલવામાં આવે છે.અને કન્સલ્ટ તબીબ દ્વારા ફોટો જોઈ તેનું નિદાન કરવામાં આવે છે.
એટલે એવું લાગે છે.કે માર્કેટમાં તબીબો માટેની કોઈ નવી જ સિધ્ધી બહાર પડી હોઇ જે સિવિલના કન્સલ્ટ તબીબો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. અને તેનો ઉપયોગ કરી દર્દીઓનું ઘર બેઠા નિદાન કરવામાં આવે છે.જેથી આ મામલે તબીબી અધિક્ષક દ્વારા તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તો કન્સલ્ટ તબીબોને પોતાની ફરજ શુ છે. તે માલૂમ પડી શકે.
કયા વારે કયા વિભાગના તબીબો હાજર ન હતા
વોઇસ ઓફ ડે દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,ઓર્થોપેડિક વિભાગમાં તા.1-8ના ડો.જય તુરખીયા ,તા.02-08 ડો.શ્રીપાલ અને તા.3-8ના ડો.જયને ડ્યૂટી સોંપવામાં આવી હતી પરંતુ તેઓ પૂરતા સમય માટે હાજર મળી આવ્યા ન હતા.જ્યારે મેડિસિન વિભાગમાં આજ તારીખે ડો,નેશિલ જેટીયા,ડો.સંજય વાઘેલા અને ડો. સહનાવ ઝાખનિયા હાજર મળી આવ્યા ન હતા.અને તેમની હાજરી પૂરતી જોવા મળી હતી.આવી જ રીતે અગાઉ પણ ઘણા તબીબોને ડ્યૂટી સોંપવામાં આવી હતી.અને જેઓ હાજર મળી આવ્યા ન હતા.પરંતુ તેમની હાજરી પુરાઈ ગઈ હતી.જેથી આ મામલે તબીબી અધિક્ષક દ્વારા તપાસ કરવી અનિવાર્ય બની છે.
સર્જરી વિભાગમાં રવિવાર અને બુધવારે કોઈ તબીબને ડ્યૂટી જ સોંપવામાં આવી નથી
સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેતા સિનિયર અને જુનિયર તબીબોને હોસ્પિટલ દ્વારા સવાર અને રાત્રીની ડ્યૂટી સોંપવામાં આવતી હોઇ છે. અને આ ડ્યૂટીનું લિસ્ટ એક સપ્તાહનું બનાવીને આર.એમ.ઓ ઓફિસ અને ઇમરજન્સી વિભાગમાં રાખવામાં આવે છે.પરંતુ વોઇસ ઓફ ડે દ્વારા તપાસ કરતાં આ લિસ્ટમાં રવિવાર અને બુધવારના સર્જરી વિભાગના કોઈ પણ તબીબને રાત્રીની ડ્યૂટી સોંપવામાં આવતી નથી અને તે દિવસે તેઓને રજા આપી દેવામાં આવતી હોઇ તેવું માલૂમ પડે છે.
ENT,ટીબી અને મેડિસિનમાં માત્ર એક જ તબીબની હાજરી
આ મામલે વોઇસ ઓફ ડેની દ્વારા અન્ય વિભાગ જેવા કે ENT,ટીબી અને મેડિસિનમાં તપાસ કરતાં તેમાં માત્ર એક-એક તબીબને રાત્રિના ડ્યૂટી સોંપવામાં આવે છે.અને આ તબીબો પોતાની ફરજ પર હાજર હોઇ છે.કે નહીં તેની તપાસ પણ કોઈ દ્વારા કરવામાં આવતી નથી. જો તબીબી અધિક્ષક દ્વારા રાત્રિના ચેકિંગ કરવામાં આવે તો અનેકની પોલ ખૂલી શકે તેવી શક્યતાઓ છે.
કન્સલ્ટ તબીબોનું એક સપ્તાહનું લિસ્ટ ઇમરજન્સી વિભાગમાં રાખવાના પરિપત્રનો પણ ઉલાળિયો
સિવિલ હોસ્પિટલમાં રાત્રિના ઇમરજન્સી વિભાગમાં જે તે કન્સલ્ટ તબીબોને ડ્યૂટી સોંપવામાં આવી હોઇ છે. તેનું લિસ્ટ એક ઇમરજન્સી વિભાગ અને આર.એમ.ઓ ઓફિસમાં રાખવાનું હોઇ છે. તેનો પરિપત્ર તબીબી અધિક્ષક દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. પંરતુ કેટલાક સમયથી આ પરિપત્રનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે.અને ઇમરજન્સી વિભાગમાં આ બાબતનું લિસ્ટ મૂકવામાં આવતું જ નથી.