ગોંડલ ચોકડી ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મોત
શહેરના ગોંડલ ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો.બનાવના પગલે આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતા વૃદ્ધ કાર્ડનો કોળિયો બન્યા હોય તેવું જાણવા મળ્યું હતું.
ઘટનાની વિગતો અનુસાર, ગોંડલ ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે કોઈ અજાણ્યો વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હોવાની જાણ થતા જ 108 તેમજ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિગપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.જ્યાં ૧૦૮ ના તબીબે તપાસી વૃદ્ધને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વાહનની ઠોકરે ચડતા અકસ્માત સબબ વૃદ્ધનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી મૃતકના વાલીવારસાની શોધખોળ આદરી છે.