હળાહળ કળિયુગ: યુપીમાં પાંચ વર્ષના માસુમ બાળક સાથે સામુહિક સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય
બે યુવાનોએ બાળકને બચાવવાને બદલે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો
ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લામાં પાંચ વર્ષના એક માસુમ બાળક પર સામુહિક દુષ્કર્મ થયું હોવાની આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. આ ધૃણાસ્પદ ઘટના બની ત્યારે ત્યાં ઉપસ્થિત બે યુવાનોએ બાળકને બચાવવા અને બદલે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો.
પોલીસના જણાવ્ય અનુસાર 19 સપ્ટેમ્બરના રોજ આ ઘટના બની હતી. અર્શ અને જૂનૈદ નામના બે શખ્સો એ બાળકને તેના ઘરમાંથી ઉપાડી ગયા હતા અને બાદમાં નજીકના ખેતરમાં જઈ આ અધમ કૃત્ય આચાર્ય હતું.
આઘાતજનક વાત એ હતી કે એ સમયે ત્યાં રિઝવાન અને અલ્ફેઝ નામના બે યુવાનો ખેતરમાં બકરી ચરાવી રહ્યા હતા પરંતુ તેમણે બાળકને બચાવવાને બદલે વિડીયો ઉતાર્યા હતા.
દરમિયાન, ભોગ બનનાર બાળકની 26 તારીખે તબિયત બગડ્યા બાદ સારવાર દરમિયાન આ ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. બનાવ અંગે બાળકના વાલીઓ આરોપીઓને ફરિયાદ કરવા ગયા ત્યારે બંને શખ્સોએ બાળક અને આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં ભાગી ગયા હતા. પોલીસે તમામ ચાર શખ્સો સામે પોકસો કાનૂન હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.