એક્ટીવામાં પાકીટ ટીંગાડી મહિલા બહેનપણીના ઘરમાં ગયાને તસ્કર તફડાવી ગયો
પર્ણકુટી વિસ્તારનો બનાવ : પાકીટમાં રોકડ,સોના-ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી 54 હજારની મતા ચોરાઈ
રાજકોટમાં દેવપરામાં રહેતા મહિલા પર્ણકુટી વિસ્તારમાં રહેતી બહેનપણીના ઘરે ગયા હતા.ત્યારે એક્ટિવામાં તેમને પોતાનું પાકીટ ટીંગાડ્યું હતું.અને ઘરમાં બેસીને થોડી વાર બાદ બહાર આવતા પાકીટ કોઈ તસ્કર તફડાવી ગયાનું માલૂમ પડતાં માલવિયા નગર પોલીસમાં રૂ.54 હજારની મતા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
વિગત મુજબ દેવપરામાં રહેતા અને કેટલેરીનો વેપાર કરતાં પ્રિતેશભાઈ કોટકએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની પત્ની ફોરમ સાથે તેઓ પર્ણકુટી વિસ્તારમાંશ્રી કોલોની શેરી નંબર-1માં રહેતી રેણુકા નામની બહેનપણીના ઘરે આંટો મારવા ગયા હતા.ત્યારે બહાર પાર્ક કરેલા એક્ટિવામાં ફોરમબેને પોતાનું પાકીટ ટીંગાડયુ હતું.જેમાં રોકડ,સોના-ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી રૂ.54 હજારની મતા હતી.ઘરમાં બેસીને બહાર આવ્યા ત્યારે એક્ટિવામાં પાકીટ જોવા મળ્યું ન હતું.જેથી પાકીટ કોઈ અજાણ્યો તસ્કર તફડાવી ગયાનું માલુમ પડતા માલવિયા નગર પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.એસ.સિંધીએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.