સ્વિસ સુંદરીની હત્યા કરી પતિએ લાશના કટકા કરી ઓગાળી નાખ્યા
સ્વબચાવમાં હત્યા કરી હોવાનો બચાવ
વર્ષ 2007માં મિસ નોર્થવેસ્ટ સ્વિત્ઝર્લેન્ડનો ખિતાબ મેળવનાર અને મિસ સ્વિત્ઝર્લેન્ડ સ્પર્ધાના ફાયનલ માં પહોંચનાર ક્રિસ્ટીના જિક્સિમોવિક નામની સ્વિસ સુંદરીની તેના પતિ થોમસે હત્યા કરી લાશના અવશેષો રાસાયણિક દ્રાવણમાં ઓગાળી નાખ્યા હતા.
અપ્રતિમ સૌંદર્ય ધરાવતી 38 વર્ષની ક્રિસ્ટીના કેટવોક કોચ તરીકે કામ કરતી હતી.તેનું કપાયેલું મસ્તક બાસેલ ખાતેના તેના નિવાસસ્થાનેથી મળી આવ્યા બાદ હત્યાની આ ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસ પૂછરછમાં તેના પતિ થોમસે હત્યા કબૂલી હતી.થોમસે ગળું દબાવીને હત્યા કર્યા બાદ લોન્ડ્રી રૂમમાં છરી અને બગીચાની કાતર વડે લાશ ના કટકા કર્યા હતા બાદમાં એ હેન્ડ બલેન્ડર વડે એ અવશેષોને કાપી ને રાસાયણિક દ્રાવણમાં ઓગાળી નાખ્યા હતા.ક્રિસ્ટીના 2017 માં થોમસને પરણી હતી અને તેમને બે સંતાન છે.થોમસે તેની પત્નીએ ચાકુ વડે હુમલો કરતાં પોતે સ્વબચાવમાં હત્યા કરી હોવાનો બચાવ કર્યો હતો.તે માનસિક બિમારીથી પીડિત હોવાનું ખૂલ્યું છે