ભાઈ-બહેનના પવિત્ર સબંધને હવસની અગ્નિમાં બાળતો યુવાન
15 વર્ષીય સગીરાનું કારમાં અપહરણ કરી જઈ દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું : ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી નરાધમની શોધખોળ હાથધરી
રાજકોટમાં ભાઈ બહેનના પવિત્ર સબંધને લાંછન લગાવતો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૌટુંબીક ભાઈએ 15 વર્ષીય બહેનને લગ્નની લાલચ આપી તેનું કારમાં અપહરણ કરી દુષ્કર્મ ગુજારી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટમાં રહેતા પિતાએ પોતાની 15 વર્ષીય દીકરી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી દીપક ઓમપ્રકાશ પ્રજાપતી(રહે. પ્રેમ મંદીર પાસે કાલાવડ રોડ)નું નામ આપતા જણાવ્યું હતું કે,તેમની 15 વર્ષીય સગીરવયની પુત્રીને તેના કૌટુંબિક ભાઇના દીકરા દીપકે લગ્ન કરવાની લાલચ આપી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેના ઘરે ઘસી જઈ દીપકે સગીરાના પિતા તથા મામાણે જાનથીમારી નાખવાની ધમકી આપી ગાળો આપી સગીરા પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું અને ત્યાર બાદ તેનું કારમાં અપહરણ કરી જઈ યુનિવર્સિટી રોડ ઉપર કોઇ અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખી કારમા તેના પર ફરી એકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને સગીરાએ વિરોધ કરતાં નરાધમે મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર ગાંધીગ્રામ પોલીસ દોડી ગયો હતો અને PI બી.બી.જાડેજાએ સગીરના પિતાની ફરિયાદ પરથી દીપક સામે ગુનો નોંધયો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,આરોપી દિપક કાલાવડ રોડ પર ખાણીપીણીની લારી ધરાવે છે. હાલ પીઆઇ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.