ગાંધીગ્રામના જીવંતીકાનગરમાં મહિલા સંચાલિત કૂટણખાણા ઉપર પોલીસનો દરોડો
મોજમજા કરવા આવેલ શખ્સ અને સંચાલિકા સામે ગુનો નોંધાયો
પકડાયેલી લલનાને પોલીસે સાક્ષી બનાવી
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતીકાનગર શેરી નં.૧માં રહેતી દિપા અનિલભાઈ ચૌહાણ (ઉ.વ.૪૪)નામની મહિલા પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવતી હોય ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી મકાન માલિક તેમજ મજામજા કરવા આવેલા શેાખીન પાડોશમાં જ રહેતા કેવલ કમલેશભાઈ બગથરિયા અને બંગાળી યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડયા હતા. પોલીસે આ મમલે ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ દીપા અને કેવલ સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરાઈ હતી.જ્યારે બંગાળી યુવતીને સાક્ષી બનાવી હતી.
પી. એસ. આઈ એન. વી. હરિયાણી સહિતના સ્ટાફે તપાસ કરતાં સાક્ષી બનેલી મુળ બંગાળની વતની યુવતી અમદાવાદથી આવી હતી. સંચાલિકા દિપાએ જ અમદાવાદથી લલનાને બોલાવી હતી શરીર સુખ માણવા આવનારા પાસેથી ૧૫૦૦ રૂપિયા વસુલતી હતી. લલનાને ૫૦૦ આપી ૧૦૦૦ રૂપિયા પોતે રાખતી હતી. મકાન માંથી પોલીસે બે કોન્ડમ ૧૦૦૦ રૂપિયા રોકડ અને બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા.