રાજકોટના બુટલેગરે વેચવા આપ્યા હોવાની આપી કબૂલાત : બી ડિવિઝન પોલીસે દોઢ લાખનો મુદામાલ કબજે કર્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
તહેવાર નજીક આવતાની સાથે જ બુટલેગરો પ્યાસીઓને દારૂની રેલમછેલમ કરાવવા માટે મોટી માત્રામાં દારૂ રાજકોટમાં ઉતારી રહ્યા છે. અને રાજકોટમાં દારૂ ઘૂસતાની સાથે પોલીસ દારૂનો જથ્થો ઝડપી રહી છે.ત્યારે પેડક રોડ પર આવેલ અલ્કાપાર્ક શેરીમાં રહેતા અને મુળ મુંબઈના શખસના મકાનમાંથી બી ડીવીઝન પોલીસે મોંઘી સ્કોચ દારૂની 106 બોટલ સાથે પકડી પાડી દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એ.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ વિશ્ર્વજીતસિંહ ઝાલા અને જગદીશ વાંકને પેડક રોડ પર આવેલ અલ્કાપાર્ક શેરી નં.2માં ભાડાના મકાનમાં રહેતા અનીલ ધમુ ગુર્જરના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોકકસ બાતમી મળતા સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી મોંઘી સ્કોચ દારૂની 106 બોટલ સાથે મકાન માલીક અનીલ ગુર્જરની ધરપકડ કરી કુલ રૂા.1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે પોલીસની પૂછતાછમાં દારૂ સાથે પકડાયેલો અનીલે રાજકોટના જ બુટલેગર પાસેથી માલ ખરીદયાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ કરી છે.