ચાર ચોરાઉ બાઇક સાથે રીઢો તસ્કર પકડાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જામનગર રોડ પર ઘંટેશ્વર ૨૫ વારિયામાં રહેતા મૂળ અમરેલી પંથકના શખસને ચાર ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો. જે વાહનોમાંથી તેણે બે વાહન રાજકોટમાંથી જ્યારે અન્ય બે વાહનો ગોંડલ તથા જુનાગઢમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે ઉપલેટા પાસેથી ચોરાઉ બાઇક સાથે અમિત ઉર્ફે મીત ઉર્ફે મસ્તાન વિપુલભાઈ સોલંકી(ઉ.વ ૨૦ રહે.ઘંટેશ્વર ૨૫ વારીયા મફતીયાપરામાં રાજકોટ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૧.૦૫ લાખ ની કિંમતના ચાર ચોરાઉ બાઇક કબજે કર્યા હતા.
પોલીસે પૂછતાછ કરતા આ શખસે એક બાઇક ગોંડલના ગુંદાળા રોડ પરથી ડાયરેકટ કરી ચોરી કયુ હતું. તેમજ આશરે ૮ દિવસ પૂર્વે રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાછળથી,ત્રણ દિવસ પૂર્વે જુનાગઢ તાલુકાના બલિયાવડ ગામેથી તથા બે દિવસ પૂર્વે રાજકોટના કુવાડવા રોડ પરથી બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી.