કમીશન એજન્ટ અને વેપારી સહીત પાંચની રૂ.1.04 લાખની રોકડ સાથે ધરપડક
ગોંડલ તાલુકાના ઉમવાળા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી વેપારી સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ.1.04 લાખની રોકડ કબજે કરી હતી.
ગોંડલનાં ઉમવાળા રોડ પર શ્રી રામ ટવીસ્ટેકસ કારખાનાની બાજુમાં આવેલ ગોંડલ નંદનવન સોસાયટીમાં રહેતા વેપારી વલ્લભભાઈ મોહનભાઈ ડોબરીયા (ઉ.62)ના ફાર્મહાઉસમાં જુગારક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબીએ રાત્રિનાં દરોડો પાડયો હતો. જેમાં જુગાર રમતા ફાર્મહાઉસના માલિક વલ્લભ ઉપરાંત જામકંડોરણા મોટા ભાદરા ગામે રહેતા કમિશન એજન્ટ સુકનભાઈ જીવરાજભાઈ અંટાળા (ઉ.56), જેતપુરના થોરાળા ગામે રહેતા ખેડૂત ચંદુભાઈ વાલજીભાઈ ધડુક (ઉ.49), ગોંડલ હાઉસીંગ બોર્ડમાં રહેતા કાળુભાઈ પુનાભાઈ સાનેપરા (ઉ.58) અને ગોંડલ બ્રહ્માણીનગરમાં રહેતા વેપારી રાજેશભાઈ નાનજીભાઈ સાવલીયા (ઉ.50)ની ધરપકડ કરી હતી. એલસીબીએ જુગારધામમાંથી રૂ.1 લાખ 4 હજારની રોકડ રકમ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.