ડ્રગ્સનો ‘ખતરનાક’ બંધાણી ચોથી વખત પકડાયો
પડીકીને
બુક’ નામ આપી વેચતો’તો: અગાઉ ઉગતાં ક્રિકેટર ઉપરાંત યુવતીને ડ્રગ્સ સપ્લાય કરવામાં જેલની હવા ખાઈ ચૂક્યો છે
એસઓજીએ નવી કોર્ટ બિલ્ડિંગ પાસેથી દબોચ્યો
રાજકોટમાંથી દારૂની સાથે જ ડ્રગ્સ, ચરસ, ગાંજાની બદીને ડામી દેવા માટે એક બાદ એક દરોડા પાડી રહેલી પોલીસને મોટી સફળતા મળી રહી છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત' અવસ્થામાં રહેલું એસઓજી હવે
એક્ટિવ મોડ’માં આવી ગયું છે અને પેડલરો તેમજ સપ્લાયરો પર તવાઈ ઉતારી રહ્યું છે. આવા જ ડ્રગ્સના એક ખતરનાક' બંધાણીને ચોથી વખત પકડી પાડી તેની પાસેથી ૧૯.૫૨ ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ધર્મેશ ખેર, હેડ કોન્સ્ટેબલ ઈન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે નવી કોર્ટ બિલ્ડિંગની સામે કાચા રસ્તા ઉપર મેલડી માના મંદિરની સામેથી મેફેડ્રોનના જથ્થા સાથે ફ્રૂટનો
કહેવા’ પૂરતો ધંધો કરતાં જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.વ.૫૧)ને ૧,૯૫,૨૦૦ની કિંમતના ૧૯.૫૨ ગ્રામ ડ્રગ્સ સાથે પકડ્યો હતો.
જલાલ અગાઉ ઉગતાં ક્રિકેટર સાથે હોટેલમાં ડ્રગ્સનું સેવન કરતા પકડાઈ ચૂક્યો છે સાથે સાથે અમી ચોલેરા નામની યુવતીને પણ ડ્રગ્સ સપ્લાય કરવાના ગુન્હામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ રીતે તે ચારેક વખત પોલીસ ઝપટે ચડી ગયા છતાં સુધરવાનું નામ લઈ રહ્યો ન્હોતો. તે છેલ્લા ચાર વર્ષથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે જે ખર્ચને પહોંચી વળવા માટે તે ડ્રગ્સ લાવીને વેચતો હતો. તેણે ડ્રગ્સના વેચાણ માટે `બુક’ નામનો કોડવર્ડ પણ રાખ્યો હતો.