રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયા બાદ ફાયરને લગતા નિયમો મનપા દ્વારા આકરા કરવામાં આવ્યા છે.ત્યારે દિવાળીના તહેવાર પર ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને પોલીસ પરમીશન અને ફટાકડાનું લાયસન્સ લેવું ફરજિયાત બન્યું છે.અને લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પ્રથમ રૂરલ એસઓજી દ્વારા મેટોડામાં ત્રણ વેપારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.અને બાદમાં શહેર પોલીસે પણ કાર્યવાહી કરી છે.
જેમાં પેડક રોડ પર બાલક હનુમાનજી ચોક નજીક હેવન સિઝન સ્ટોરમાં આનંદ રમેશભાઈ મકવાણા નામનો વેપારી લાયસન્સ કે કોઈ મંજૂરી વગર ફટાકડાનું વેચાણ કરતો હોવાથી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.અને ફટાકડા જપ્ત કર્યા હતા.જેથી શહેર પોલીસ દ્વારા લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતાં પ્રથમ વેપારી સામે ગુનો નોંધ્યો છે.