કચ્છના 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ગુનો નોંધાયો
લોજીસ્ટીક અધિકારીનું અપહરણ અને રૂપિયા પડાવી લેવાના 2015ના બનાવમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 9 વર્ષ પછી પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ
ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવતા ગુજરાત પોલીસ ફરી વિવાદમાં આવી છે.
કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે પશ્ચિમ કચ્છ CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકરણથી ગુજરાતના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે. પશ્ચિમ કચ્છના તાત્કાલિક SP, DYSP, PSI સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015 ના બનાવ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીઆઇડીએ ફરિયાદ નોંધી છે.
કચ્છમાં અંજારમાં હોલીડે વિલેઝ રીસોર્ટનીપાછળ, મેઘપર બોરીચી બંગલો નંબર:- ૦૪, નવરત્ન ડ્રીમ, સર્વે નંબર:-૧૩૫માં રહેતા અને કન્સલટીંગનું કામ કરતાં પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીવરાણી (સિંધી),ઉ.વ.૪૮ની ફરિયાદને આધારે ગુનો નોંધ્યો છે. પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીવરાણી ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં સિનિયર લોજીસ્ટીકની પોસ્ટ પર નોકરી પર લાગેલ જેમાં કંડલા પોર્ટ, તુણા પોર્ટ, અદાણી પોર્ટ અને મુંદરા પોર્ટ તથા આજુ-બાજુની કંપનીમાંથી “ “રો”મટીરીયલ કસ્ટમમાંથી કલીયર કરા વી અને માલ કંપનીમાં પહોંચાડવાનું કોઈ કારણસર તેમણે નોકરી માંથી રાજીનામું આપવું હોય છતાં કંપનીના ડિરેકર સહિતનાઓ એ પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીવરાણીનું અપહરણ કરી રૂ.20 લાખ રોકડ તેમજ પત્નીના 10 લાખના દાગીના અને કાર તેમજ 45 લાખ બેન્ક ટ્રાન્સફર કરાવી ઢોર માંર માર્યો હતો.
આ બનાવમાં પોલીસે પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીવરાણીની ફરિયાદ નહિ નોંધી આરોપીઓને બચાવ્યા હતા. જેથી . સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવતા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાંઆવી છે. 2015ના વર્ષનો આ બનાવ છે, જેમાં પશ્ચિમ કચ્છ CIDએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ફરિયાદ ના લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે. ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ના લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે. ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે. જેની સામે ગુનો નોંધાયો છે તેમાં તત્કાલીન SP IPS જી.વી બારોટ ,તત્કાલીન SP IPS ભાવના પટેલ ,તત્કાલીન Dy.SP વી.જે ગઢવી ,તત્કાલીન Dy.SP ડી.એસ વાઘેલા ,તત્કાલીન Dy.SP આર. ડી દેસાઈ ઉપરાંત શૈલેપ ભંડારી,અનુરાગ મુકેશ ભંડારી, સજય જોષી,બલદેવ રાવલ,અમિત પટવારિકા, હિતેષ સોની,શ્રીધર મુલચંદાણી,અનિલ દ્વીવેદી,બંકત સોમાણી સહિત 19 સામે ગુનો નોંધાયો છે.
