આજીડેમ ચોકડી માન સરોવર પાર્ક પાસે 15 વર્ષીય સગીરાનો આપઘાત
રાજકોટમાં આજીડેમ ચોકડી માન સરોવર પાર્ક પાસે આવેલી પરશુરામ સોસાયટી-૧માં લાકડાના કારખાનામાં પરિવાર સાથે મજુરી કરતી અને ત્યાં જ રૂમમાં રહેતી 15 વર્ષની અંજના કાંતુભાઇ ભુરીયાએ છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સવારે તેના માતા-પિતા કારખાને કામ કરવા ગયા હતાં, તે ઘરે એકલી હતી. ત્યારે આ પગલું ભરી લીધું હતું. તેણી બે ભાઇની એકની એક નાની બહેન હતી. હાલ આપઘાતનું કારણ જાણવા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.