વિદેશ જવાનું સપનું જોતા આણંદના પરિવાર સાથે 25 લાખની છેતરપિંડી
ચાચાસ ટુર એન્ડ ઓવર્સીસના સંચાલકો રૂપિયા મળી ગયા પછી ભૂગર્ભમાં ઉતરી ગયા : ગુનો દાખલ
વિદેશ જવાનું સપનું જોઈ રહેલા આણંદના એક પરિવાર સાથે ટુર્સ સંચાલકોએ ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને ટુર્સ સંચાલકોની શોધખોળ શરુ કરી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આણંદના જલ્પાબેન મુકેશભાઈ પટેલ નો દીકરો લંડન રહેતો હોઈ તેઓ તેના પત્ની વૈભવિબેન માટે વિઝા મેળવવા માટે એજન્ટ ની શોધ કરતા હતા ત્યારેજ ચાચાસ ટુર એન્ડ ઓવર્સીસની ના સંચાલકો દ્વારા તેમને વિઝા મળી જશે એવું કહ્યું હતું અને 25 લાખ રૂપિયા જમા કરાવવાની પણ વાત કરી હતી. આ પરિવારે લોન વગેરે લઈને પૈસા એકઠા કર્યા હતા અને 25 લાખ રૂપિયા તેમને ચૂકવ્યા હતા.
સપ્ટેબર,ઓક્ટોબર મહિનામાં રૂપિયા આપી દીધા બાદ સંચાલકો દ્વારા વૈશાલીબેન કે તેના પરિવારને સંતોષકારક જવાબ નહીં આપતા અને આજે થઈ જશે કાલે થઈ જશે તેવી વાતો કરી હતી એપ્રિલ મહિનામાં તેને બાયોમેટ્રી માટે બોલાવ્યા હતા જેમાં આ પરિવારે ડોક્યુમેન્ટ સબમિટ માટેનું કહ્યું હતું ત્યારે સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું હતુંકે અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા છે જોકે થોડા દિવસ બાદ વિઝા રદ થયાનો મેસેજ આવ્યો અને તે મેસેજ સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી વૈશાળીબેન ને નકલી ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે તેને બેન્ડ કરવામાં આવે છે.
આ પછી આ પરિવારે ટુર સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો બધાજ લોકોના ફોન સ્વીચ ઓફ અને ઓફિસમાં અલીગઢી તાળા લાગી ગયા હતા. હવે વૈશાલીબેનના પરિવાર દ્વારા ચાચાસ ટુર એન્ડ ઓવર્સીસના ચાર સંચાલકો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે .ફરિયાદમાં લંડન વર્ક પરમીટ કરી આપવાનું જણાવી 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.પરિવારની જાણ બહાર બોગસ માર્કશીટ અને ડિગ્રી બનાવ્યા હોવાનો ફરિયાદમાં કરવામાં આવ્યો છે પોલીસે સમગ્ર કેસ નો ગુનો નોંધાતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ફરિયાદીની રજૂઆત બાદ પોલીસે ટુર્સ સંચાલકો કેવીન રાઠોડ, લોરા રાઠોડ, દીવાની પટેલ અને ધ્રુવેશ દરજી પર કેસ નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે આ ગુનામાં લોરા રાઠોડની અટકાયત કરી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. .પરિવારે ઘર અને જમીન ગીરો મૂકી ને 25 લાખ આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી