Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

૨૪ કલાક, ૩ દરોડા: ટંકારા-આટકોટ-રાજકોટમાંથી ૭૪.૮૧ લાખનો દારૂ પકડાયો

Fri, January 24 2025

સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ શહેર-જિલ્લો ઉપરાંત ટંકારાને ધમરોળી નાખ્યું
ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવધારા રેસિડેન્સી નજીક આયશરમાંથી ૧.૫૫ લાખના દારૂ ભરેલા ૧૦૪ ભંભા' પકડાયા

પંજાબથી ભરાઈને રાજકોટ આવી રહેલો ૬૧.૪૬ લાખનો ૯૩૮૪ બોટલ ભરેલું ટેન્કર આટકોટ-પાંચવડા રોડ પરથી ઝડપાયું

વિવાદિત’ ટંકારા પોલીસ મથકની હદમાંથી વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ પડતાં સ્થાનિક પોલીસની ઉંઘ હરામ


રાજકોટ-મોરબી જિલ્લાને ૨૪ કલાકની અંદર ધમરોળી નાખી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસની કામગીરી'ને ઉઘાડી પાડી દીધી હતી. એક જ રાતમાં રાજકોટ શહેર-જિલ્લા તેમજ મોરબી જિલ્લાના ટંકારામાં ધડાધડ દરોડા પાડીને ૭૪.૮૧ લાખની કિંમતનો ૧૧૬૩૫ બોટલ-ભંભા પકડી પાડતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર.શર્મા અને ટીમે ટંકારાના ભરડીયા રોડ પર લજાઈ જીઆઈડીસીમાં દારૂ ભરેલા ગોડાઉન પર દરોડો પાડીને ૧૧,૮૧,૪૧૪ની કિંમતની ૨૧૪૭ બોટલ પકડી પાડી હતી. દારૂનો આ જથ્થો બીકાનેરના અડાસર (રાજસ્થાન) ગામના કમલેશકુમાર હનુમાનરામ નામની વ્યક્તિએ ગોડાઉન ભાડે રાખીને ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કમલેશ તેમજ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અહીંથી પોલીસે ૧૧,૮૧,૪૧૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ જ રીતે રાજકોટ (રૂરલ)ના આટકોટથી પાંચવડા રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કર નં.જીજે૧૯જીઈ-૪૮૭૯ને અટકાવી તલાશી લેવાતાં તેમાંથી પેટ્રોલિયમ પદાર્થ નહીં બલ્કે દારૂની ૯૩૮૪ બોટલ મળી આવી હતી. જો કે પોલીસે જેવું ટેન્કર ઉભું રખાવ્યું કે તેનો ચાલક અને ક્લિનર ફરાર થઈ ગયા હતા. અહીંથી પીએસઆઈ આર.કે.કરમટા અને તેમની ટીમે ૬૧,૪૬,૭૬૦નો દારૂ, ૨૦ લાખનું ટેન્કર મળી ૮૧,૪૬,૭૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે પીએસઆઈ એસ.વી.ગરચર અને ટીમે ગ્રીલેન્ડ ચોકડી-મોરબી હાઈ-વે રોડ પર શિવધારા રેસિડેન્સી પાસે બસ સ્ટોપના પાર્કિંગમાં પડેલા આઈશરની તલાશી લેતામાં તેમાંથી ૧૦૪ બોટલભંભા’ મતલબ કે બે લીટર દારૂ ભરેલી બોટલ મળી આવતાં મનિષ પરબતભાઈ હેરમા (રહે.એલ.પી.પાર્ક, શેરી નં.૨, કૂવાડવા રોડ) કે જે આઈશરનો માલિક અને ચાલક છે તે અને તેના માણસ કલ્પેશ ગુણુભાઈ (રહે.બેડીપરા, ગંગેશ્વર રોડ-રાજકોટ)ને દારૂ, આયશર સહિત ૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.

ડ્રાયવર-ક્લિનરની ગળે ન ઉતરે એવી કબૂલાત
સ્ટેટ મોનિટરિંગ સેલે બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં દરોડો પાડીને દારૂની ૧૦૪ બોટલ સાથે મનિષ અને કલ્પેશની ધરપકડ કરી હતી ત્યારે આ બન્નેએ દારૂ અંગે ગળે ન ઉતરે તેવી કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બન્નેએ પોલીસને એમ જણાવ્યું હતું કે તેઓ આયશર લઈને નાસિક ગયા હતા અને ત્યાં ગાડી ખાલી કર્યા બાદ બન્નેને દારૂ પીવાની ટેવ હોય દારૂની ૧૦૪ મોટી બોટલ ખરીદીને રાજકોટ લાવ્યા હતા ! સૌ કોઈ જાણે છે કે કોઈ પણ બે વ્યક્તિ માત્ર પીવા માટે દારૂની ૧૦૪ અને એ પણ બે લીટરની બોટલ લાવે ખરા ?

બે પઝેશન રેડ, સ્થાનિક પોલીસને રેલો આવશે ?
સામાન્ય રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ પઝેશન રેડ મતલબ કે જે-તે જગ્યા ઉપર દારૂનો જથ્થો પડ્યો હોય અને તેને પકડી લ્યે એટલે સ્થાનિક પોલીસ ઉપર તવાઈ ઉતરતી હોય છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં આવું એક નહીં બલ્કે અનેક વખત બન્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં ૨૪ કલાકની અંદર બે પઝેશન રેડ પડી છે જેમાં એક રેડ આટકોટ પોલીસ મથકની હદમાં તો બીજી રેડ બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં પડી હોવાથી આ બન્ને પોલીસ મથક સુધી રેલો આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ આંતરિક તપાસ શરૂ કરાયાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

Mamta Kulkarni News : મમતા કુલકર્ણી મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા, સંગમમાં પોતાનું પિંડદાન કર્યું

Next

મહાકુંભની મોનાલીસા હવે બૉલીવુડની ફિલ્મોમાં જોવા મળશે !! જાણો માળા વેંચવાવાળી યુવતીને કોણે ફિલ્મ ઓફર કરી  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
23 મિનિટutes પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
53 મિનિટutes પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

મહાકુંભમાં નોંધાયો વધુ એક રેકોર્ડ :  પ્રયાગરાજ એરપોર્ટ પર અત્યાર સુધીમાં 650 થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઉતર્યા
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના સાત ગામોમાં ટેન્કર રાજ : ખોખડદળ, લોધિકા સહિતના ગામોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટમાં મોબાઈલની લતે બાળકનો જીવ લીધો : પિતાએ મોબાઈલ આપવાની ના પાડતા 13 વર્ષીય બાળક પંખે લટકી ગયો
ક્રાઇમ
4 મહિના પહેલા
Google pay યુઝર્સને ઝટકો : હવે આ સેવા માટે ચૂકવવો પડશે અલગથી ચાર્જ, વાંચો સમગ્ર માહિતી
ગેજેટ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર