જેતપુર-ધોરાજીમાં સાત મહિલા સહિત 17 જુગારીઓ પકડાયા
પેટા : રોકડ અને મોબાઈલ મળી રૂ.70 હજારનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો
શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારના અખાડા મંડાવા લાગ્યા છે.જેમાં પોલીસે જેતપુર અને ધોરાજીમાં દરોડા પાડી જુગાર રમતી 7 મહિલા સહિત 17ની ધરપકડ કરી રૂ.70 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
માહિતી મુજબ જેતપુર-જુનાગઢ રોડ પર શાંતીનગર શેરીમાં જેતપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઇલા જોરૂભાઇ વાળા, મઘુ કિશનભાઇ હટીલા, સોનલ ઉર્ફે સવિતા સંજયભાઇ લેણી, કમળા મહેશભાઇ ખરાડીયા, મયુરી રાજ ઠાકુરી મળી કુલ 10ની ધરપકડ કરી રોકડ 10 હજાર અને મોબાઈલ મળી કુલ રૂ.36 હજારનો મુદામાલ કબજે કર્યો છે. જ્યારે ધોરાજી પોલીસે ધોરાજી-જુનાગઢ રોડ પર સુધરાઈ કોલોનીમાં દરોડો પાડી જુગાર રમતા યાસ્મીન ઉર્ફે સના શેખ, હસીનાબેન ગરાણા સહિત સાતને પકડયા હતા. અને 11 હજાર રોડક,મોબાઈલ મળી કુલ રૂ. 33 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.