લોધિકાના ચીભડા ગામે પતા ટીચતી રાજકોટની મહિલાઓ સહિત 14 પકડાયા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામે શેરીમાં પતા ટીચતી 11 મહિલા સહીત 14ને લોધિકા પોલીસે પકડી પાડી રૂ.32,500 રોકડ કબજે કરી છે. વધુ માહિતી મુજબ ચીભડા ગામે બાપા સીતારામની મઢુલી વાળી શેરીમા આવેલા મહીપતભાઇ કોળીના મકાન બહાર ખુલ્લી જાહેર જગ્યામા જુગાર રમતા રાજકોટની વર્ષા જંજવાડીયા, વિજયા ગોગરા,સીમા જળું,હકું પરમાર,મીરા રાઠોડ,હંસા જરમરીયા, ગુલાબ જરમરીયા ,લીલા સોનારા અને લોધિકાના ભારત મગન વાઘેલા, રાજેશ વાઘેલા,જયસુખ રાઠોડ, જોશના વાઘેલા, લીલા નંદાસીયા અને રંજન સોનારાની ધરપકડ કરીને તેમની પાસેથી લોધિકા પોલીસ દ્વારા રોકડ રૂ.32,500 કબજે કરી કાર્યવાહી હાથધરી છે.
