LIVE મિત્રની હત્યા કરનાર હત્યારો ૬ માસ બાદ પકડાયો પોલીસને બાતમી આપ્યાની શંકાએ પાટણવાવના છત્રાસા પાસે યુવાનની હત્યા કરનાર શખ્સની ધરપકડ
રાજકોટ તા 3
દારૂની બાતમી આપી હોવાની શંકાએ છ માસ પહેલા જુનાગઢનાં યુવાનની થયેલી હત્યામાં ફરાર તેના મિત્ર જેતપુરના રાજુ પોલાભાઈ કોડીયાતર નામના રબારી શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જેતપુર નવાગઢ ચોકડી પાસેથી પકડી પાડી પાટણવાવ પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.
ગત તા.4-3-2023 ના રોજ પાટણવાવના છત્રાસા ગામથી બંટીયા ગામ તરફ જતા ડામર રોડ પરથી જુનાગઢના વિજય મનસુખભાઈ ચાવડાની હત્યા થઇ હતી વિજયને ગળે ટુંપો આપી અને બોથડ પદાર્થનાં ઘા મારી તેની હત્યા કરાઈ હતી. જે અંગે તેના પિતા મનસુખભાઈ મોહનભાઈ ચાવડાએ પાટણવાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં દાના અરજણકરમા રબારી અને પછી મુળુ કોડીયાતરનું નામ ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ હત્યાના બનાવમાં સંડોવાયેલ રાજુ પોલાભાઈ કોડીયાતર છેલ્લા છ માસથી ફરાર હોય જે ને ગ્રામ્ય એલસીબીએ જેતપુર નવાગઢ ચોકડી પાસેથી પકડી પાડી પાટણવાવ પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો. મૃતક વિજયે દારૂની બાતમી આપ્યાની શંકાએ તેની હત્યા કરવામાં આવી હતી.
રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ ડી.જી.બડવા,પીએસઆઈ એચ.સી.ગોહીલ સાથે એ.એસ.આઇ. મહેશભાઇ જાની,શક્તિસિંહ જાડેજા,નીલેશભાઇ ડાંગર, વિરાજભાઇ ધાધલ, દીવ્યેશભાઇ સુવા, બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, ધર્મેશભાઇ બાવળીયા,કૌશીકભાઇ જોષી,મહેશભાઇ સારીખડા,ભાવેશભાઇ મકવાણા,મેહુલભાઇ સોનરાજ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.