પત્ની પૂર્વ પતિ સાથે ભાગી જતાં યુવકે કર્યો આપઘાત
શહેરના કુવાડવા નજીક ક્રિષ્ના કાંટાની બાજુમાં અમુલ કારખાનાની ઓરડીમાં રહેતા યુવકની પત્ની તેના પૂર્વ પતિ સાથે ભાગી હતા.તેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુવાડવા નજીક ક્રિષ્ના કાંટાની બાજુમાં અમુલ કારખાનાની ઓરડીમાં રહેતા અશોકભાઈ રામજીભાઈ પરમાર (ઉં.વ.32) નામના યુવકે પોતે ઓરડીમાં હતો. ત્યારે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવને પગલે કુવાડવા રોડ પોલીસ મથકને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ મકવાણા સહિતના સ્ટાફે સ્થળે દોડી જઇ જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકને આઠેક વર્ષ પૂર્વે ભરતનગરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.જેથી તેણીએ પૂર્વ પતિને છોડી ત્રણેય સંતાનોને લઈ અશોક સાથે રહેવા લાગી હતી.બાદમાં પરિણીતાને તેના પૂર્વ પતિ સાથે થોડા સમય પૂર્વે જ સમાધાન થઈ ગયું હોય જેથી તેણીએ તેના પૂર્વ પતિ પાસે રહેવા લાગતા પરિણીતાના વિરહમાં યુવકે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
