Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જુગાર ક્લબમાં પોલીસની મીલીભગતનો પર્દાફાશ !!

Fri, January 19 2024
  • પિતા-પુત્રનો હત્યારો મહેન્દ્રસિંહ ૪૫ હજાર લઈ રોજ ૩ બોર્ડ બેસાડતો !

માણેકવાડા ગામે એ પાડેલા દરોડા બાદ ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાનો ફોન ચેક કરવામાં આવતાં તેમાં કોટડા
સાંગાણી પોલીસ મથકના અજયસિંહ, એલસીબીના મહિપાલસિંહ સાથે વારંવાર `વૉટસએપ કોલ’ થયા હોવાનો
ધડાકો: ૧૦ ડિસેમ્બરથી જુગારક્લબ શરૂ કરી’તી જે બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી બેરોકટોક ધમધમતી

સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ જિલ્લાના માણેકવાડા ગામે ફાર્મ હાઉસમાં દરોડો પાડી રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાંથી જુગાર રમવા આવતા ૧૮ જુગારીઓને દબોચી લીધા હતા. દરોડા વખતે જ ક્લબનો સંચાલક મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા ઝડપાઈ જતાં તેની પૂછપરછમાં અનેક મહત્ત્વના ખુલાસા થયા છે. તપાસમાં એવો ધડાકો થયો છે કે આ જુગારક્લબ સાથે સ્થાનિક પોલીસની મીલીભગત હતી તેના કારણે જ ૧૦ ડિસેમ્બરથી ૧૭ જાન્યુઆરી સુધીના ૩૮ દિવસ સુધી ક્લબ બેરોટોકટોકપણે ધમધમી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ડીજીપી વિકાસ સહાય, સ્ટેટ મોનિટરિંગ સેલના એડિશનલ ડીજી આર.બી.બ્રહ્મભટ્ટ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતના સ્ટાફે માણેકવાડા ગામે જુગાર ક્લબ પર દરોડો પાડી ૧૫ લાખની રોકડ, ૭૭ લાખના વાહન સહિત ૯૪.૩૩ લાખના મુદ્દામાલ સાથે ૧૮ જુગારીઓને પકડી લીધા હતા. આ પછી ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજા મળી આવતાં તેની ફોનની તલાશી લેવામાં આવી હતી જેમાં વોટસએપ કોલ લોગ જોતાં તેમાં વારંવાર ફોન થયા હોવાનું સામે આવ્યું હતું.

આ નંબર વિશે મહેન્દ્રસિંહને પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે એક નંબર અજયસિંહ કે જે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે તેમજ બીજો નંબર મહિપાલસિંહ કે જે એલસીબીમાં ફરજ બજાવી રહ્યો છે તેનો છે. આ પછી એસએમસીએ વોટસએપ કોલ લોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

મહેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું કે તેણે આ જુગાર ક્લબ ૧૦ ડિસેમ્બરથી શરૂ કરી હતી અને દરરોજ બપોરે ૨:૩૦ વાગ્યાથી લઈ રાત્રે ૧૨ વાગ્યા સુધી જુગાર રમાડતો હતો. તે દરરોજ ત્રણ બોર્ડ બેસાડતો અને તે પ્રમાણે પ્રત્યેક બોર્ડના ૧૫ હજાર રૂપિયા જુગારીઓ પાસેથી વસૂલતો હતો. આ રીતે જુગાર ક્લબમાં દરરોજ ૩૦ લોકો આવતા હોવાનું જાણવા મળ્યું છે મતલબ કે દરરોજના ૪૫ હજાર લેખે ગણીએ તો અત્યાર સુધીમાં તેણે ૧૭ લાખથી વધુની નાલ ઉઘરાવી લીધાનું પ્રારંભીક તપાસમાં લાગી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્લબ સંચાલક મહેન્દ્રસિંહ જાડેજા ઉપર તેના પિતા અને પુત્રની હત્યા કર્યાનો ગુનો પણ નોંધાયેલો છે.

ચોપડામાં દરરોજનો હિસાબ-કિતાબ લખાતો !
સ્ટેટ મોનિટરિંગ સેલે ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબમાંથી એક ચોપડો કબજે કર્યો છે જેમાં તારીખ, વાર, દિવસ, રાત, નામ, રકમ જમા સહિતનું લખાણ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત કોને કેટલા રૂપિયા આપ્યા, કોણે કેટલા રૂપિયા ચૂકવ્યા તે સહિતનું લખાણ હોય તેના આધારે પણ તપાસ ચાલી રહી છે.

જુગારીઓને ફાઈવસ્ટાર' સુવિધા અપાતી

સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યાં દરોડો પાડ્યો તે ફાર્મહાઉસમાં જુગારીઓને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની ફાઈવસ્ટાર કક્ષાની સુવિધા અપાતી જેમાં બેસવા માટે ગાલીચો, ગરમી ન થાય તે માટે એ.સી., કોલ્ડ્રીંક્સ પીવાની ઈચ્છા થાય તો તેમાં ફ્રીઝ સહિતની સવલત હતી. આ ઉપરાંત સ્થળ પરથી દારૂ પકડાયો છે તે મહેન્દ્રસિંહ પીવા માટે લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે: એસપી આ અંગે રૂરલ એસપી

જયપાલસિંહ રાઠોડનો સંપર્ક સાધવામાં આવતા તેમણેવોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જુગાર ક્લબ પકડાયા બાદ તેમાં સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગેની ખરાઈ કરવા માટે તપાસના આદેશ આપ્યા છે. જો તેમાં કોઈની સંડોવણી ખુલશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

કોમ્પલેક્સમાં પાર્કિંગની ના પાડવી ગેરકાયદે -કમિશનર આનંદ પટેલ

Next

સોની વેપારીનું રૂ.1.20 લાખનું સોનું લઈ કારીગર ફરાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
1 કલાક પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
2 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
3 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

૯૭ દિવસ બાદ આજે મળશે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક: ૬૮ દરખાસ્તો
રાજકોટ
1 વર્ષ પહેલા
E-KYC ઓન ધ સ્પોટ ! રેશનકાર્ડ ધારક અનાજથી વંચિત નહીં રહે, સ્થળ પર E-KYC કરી અનાજ અપાશે
ગુજરાત
2 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરના પૂંછમાં સુરનકોટ પાસે સેનાના વાહનો પર આતંકી હુમલો
Breaking
2 વર્ષ પહેલા
લેઈટ ફી સાથે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર