દેશના આર્થિક વિકાસ દર અંગે રેટિંગ એજન્સીઓએ શું કહ્યું ? જુઓ
એશિયન ડેવલપમેન્ટ બેંકએ નાણાકીય વર્ષ 2024-25 માટે દેશના વિકાસ દરનું અનુમાન 7 ટકા પર સ્થિર રાખ્યું છે. એડીબીએ જણાવ્યું હતું કે શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન અને સરકારી ખર્ચમાં વધારો થવાથી આગામી મહિનાઓમાં આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે. રેટિંગ એજન્સી મૂડીઝે પણ સારું અનુમાન લગાવ્યું છે.
સપ્ટેમ્બરમાં જાહેર કરાયેલા ‘એશિયન ડેવલપમેન્ટ આઉટલુક’ રિપોર્ટમાં એડીબીએ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં નિકાસ અગાઉના અંદાજ કરતાં વધુ રહેશે, જેમાં ખાસ કરીને સેવાની નિકાસનો મોટો ફાળો રહેશે. જોકે, આગામી નાણાકીય વર્ષ 2025-26માં માલની નિકાસ વૃદ્ધિ થોડી ધીમી રહી શકે છે.
2025-26માં 7.2% વૃદ્ધિની અપેક્ષા છે
એડીબીનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપી વૃદ્ધિ 7 ટકા રહેશે, જ્યારે 2025-26માં તે વધીને 7.2 ટકા થઈ શકે છે. આ આંકડા એડીબીની એપ્રિલ 2024ની આગાહી અનુસાર છે. આ સમયગાળા દરમિયાન ભારતની આર્થિક સંભાવનાઓ મજબૂત રહેશે.