ટાટાનો નવો IPO આવી રહ્યો છે, ગ્રે માર્કેટમાં દિવાળી ધમાકો GMP ₹275
શેરબજારમાં આશરે 20 વર્ષે ફરી એકવાર ટાટા કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાનો મોકો આવી રહ્યો છે તેવામાં રોકાણકારો તૈયાર રહેજો. મનીકંટ્રોલના એક અહેવાલ મુજબ ટાટા ટેક્નોલોજીશ આઈપીઓ 21 નવેમ્બર આસપાસ ખુલવાની આશા છે. એટલું જ નહીં કંપની 2.5 અબજ ડોલરના વેલ્યુએશન પર પોતાના આઈપીઓમાં રોકાણ કરવા માટે મોર્ગન સ્ટેનલી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, બ્લેકરોક અને કેટલાક અમેરિકન હેજ ફંડ સાથે વાતચીત કરી રહી છે. ટાટા ટેક્નોલોજી, ઓટો અને એરોસ્પેસ સહિતની જુદા જુદા ક્ષેત્રોની કંપનીઓને એન્જિનિયરિંગ સર્વિસ પ્રદાન કરે છે. તેનો આઈપીઓ 35.37.5 કરોડ ડોલર રહી શકે છે. ટાટા ગ્રૂપની કોઈ કંપની બે દશકમાં પહેલીવાર IPO લાવી રહી છે. કહેવાય છે કે બ્લેકરોક અને મોર્ગન સ્ટેનલી ઉપરાંત ટાટા ટેક પોતાના આઈપીઓમાં રોકાણ માટે અમેરિકન એસેટ મેનેજર્સ ઘિસાલો કેપિટલ્સ, ઓકટ્રી કેપિટલ અને સ્ક્વેર કેપિટલના પણ સંપર્કમાં છે.
માનવામાં આવે છે કે આ ફંડ્સની ઈચ્છા ટાટાની એન્કર બુકમાં છે. જ્યાં હાઈ પ્રોફાઈલ સંસ્થાગત રોકાણકારોને રિટેલ અને અન્ય રોકાણકારો માટે આઈપીઓ ખૂલતાં પહેલા શેર એલોટ કરવામાં આવે છે. આ વાતચીત દ્વારા એટલું તો અનુમાન લગાવી શકાય છે કે ટાટા ટેક્નોલોજીસની વેલ્યુએશન હાલ 2.5 અબજ ડોલર છે. જે પાછલા મહિનાની તુલનામાં લગભગ 25 ટકા વધારે છે.
માર્ચ 2023માં સબમિટ કર્યા હતા ડ્રાફ્ટ્સ
રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સ આ આઈપીઓની ખૂબ જ ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા છે. કંપની નવેમ્બરના અંત સુધીમાં પોતાનું ટ્રેડિંગ શરુ થાય તેવી યોજના બનાવી રહી છે. ટાટા ટેક્નોલોજીસ ટાટા મોટર્સની સબ્સિડરી કંપની છે. કંપનીએ આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ માર્ચ 2023માં સબમિટ કર્યા હતા અને 27 જૂનમાં માર્કેટ રેગ્યુલેટરી સેબી દ્વારા મંજૂરી મળી હતી.
કેવી છે કંપનીની આર્થિક મજબૂતી
ટાટા ટેક્નોલોજીસના આઈપીઓની જે રીતે માર્કેટમાં ચર્ચા છે લાગે છે કે નાના-મોટા દરેક રોકાણકારો ખૂબ રુપિયા લગાવશે. જોકે આ તો ફક્ત એક અનુમાન છે. પણ કંપની પર લોકોને કેટલો ભરોસો છે તે ખરેખર તો આઈપીઓ આવ્યા પછી જ ખબર પડશે. જ્યાં સુધી ટાટા ટેક્નોલોજીસના આર્થિક લેખાજોખાની વાત છે ત્યાં સુધી તેનો રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ નાણાકીય વર્ષ 22ની તુલનામાં નાણાકીય વર્ષ 2023માં ધીમો થઈ ગયો છે.
જોકે સારી વાત એ પણ છે કે કંપની માથે કોઈ કરજ નથી. નાણાકીય વર્ષ 2023માં કંપનીની રેવન્યુ 25 ટકા વધીને 4418 કરોડ રુપિયા થઈ ગઈ છે. જ્યારે ટેક્સ કાઢી લીધા બાદ પ્રોફિટ 63 ટકા વધીને 708 કરોડ રુપિયા થયો છે. નાણાકીય વર્ષ 21-23 દરમિયાન કંપનીની રેવન્યુની કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) 30 ટકા, EBITDA સીએજીઆર 46 ટકા અને પીએટી સીએજીઆર 61.5 ટકા રહ્યો છે.
આઈપીઓમાં રિઝર્વ ભાગની ડિટેઇલ્સ
ટાટા ટેક્નોલોજીસ આઈપીઓમાં એક ભાગ કંપનીના કર્મચારીઓ અને ટાટા મોટર્સ લિમિટેડના શેર ધારકો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. ટાટા ટેક્નોલોજીસના કર્મચારીઓ માટે રિઝર્વ ભાગ કંપનીની પોસ્ટ ઓફર પેઇડ અપ ઈક્વિટી શેર કેપિટલના 0.5 ટકા જેટલો હશે. જ્યારે ટાટા મોટર્સ લિમિટેડના શેરધારકો માટે રિઝર્વ ભાગ ઓફરના 10 ટકા જેટલો હશે. કર્મચારીઓ અને ટાટા મોટર્સના શેરધારકો માટે રિઝર્વ ભાગને બાદ કર્યા પછી બાકી બચતા ઓફરિંગને નેટ ઓફર કહેવામાં આવશે. કંપનીએ IPOની પ્રક્રિયા સુવિધાજનક બનાવવા માટે જેએમ ફાઈનાન્શિયલ, સિટી અને બોફા સિક્યોરિટીઝને બુક રનિંગ લીડ મેનેજર નિયુક્ત કર્યા છે. જ્યારે ઈશ્યુના રજિસ્ટ્રાર લિંક ઈનટાઈમ છે.